SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન “શબ્દરત્નમહોદધિ સંસ્કૃત-ગુજરાતી શબ્દકોશ”નું સંસ્કરણ થયું તેમાં મારા પિતાશ્રી શેઠ ભોગીલાલ સાંકળચંદ પ્રકાશક તરીકે હતા. તેની બીજી આવૃત્તિ એ પછીનાં ૪૮ વર્ષ પછી પુનઃસંસ્કરણ પામી મારા હાથે પ્રકાશિત થઈ તે એક યોગાનુયોગ થયો, તેમના પુત્ર તરીકે મને આ મહાન લાભ આ રીતે સંવત ૨૦૪૧, સને ૧૯૮૫માં મળ્યો. વળી, પુનઃસંસ્કરણ કરેલા કોશની બીજી આવૃત્તિની નકલો અપ્રાપ્ય થઈ છે. આથી તેને પુનર્મુદ્રણ કરવાની જરૂરિયાત ઊભી થઈ તેનું આજે પુનર્મુદ્રણ થઈ રહ્યું છે ત્યારે પ્રકાશકીય નિવેદન આપવું જરૂરી લાગ્યું છે. પુનઃસંસ્કરણ તથા પુનર્મુદ્રણ વચ્ચેનાં ૨૦ વર્ષના સમયના ગાળામાં ઘણા બનાવો બન્યા. પરમપૂજ્ય મહાન તપસ્વી શાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી વિજય મંગળપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબનું સ્વર્ગગમન થયું, તેમની જગ્યાએ પરમપૂજ્ય મહાન તપસ્વી શાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી અરિહંત સિદ્ધસૂરીશ્વરજી ગચ્છાધિપતિ બન્યા. આ કોશના પુનર્મુદ્રણમાં તેમના શુભ આશીવદ અમોને પ્રાપ્ત થયા છે. વળી આ કોશની પ્રગતિમાં પૂરો સહકાર - આપનાર પરમપૂજ્ય પંન્યાસ શ્રી હેમપ્રભવિજયજી મહારાજસાહેબ તથા પરમપૂજ્ય તપસ્વી મુનિશ્રી અનંત ભદ્રવિજયજી મહારાજસાહેબ અનુક્રમે પરમપૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી અને પરમ પૂજ્ય પંન્યાસ શ્રી અનંતભદ્રવિજયજી મહારાજસાહેબ બન્યા. વળી પ્રસ્તાવનાનું લખાણ આપનાર પરમપૂજ્ય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્ન વિજયજી મહારાજસાહેબ, પરમપૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્ન સૂરીશ્વરજી મહારાજસાહેબ બન્યા અને આ બીજી આવૃત્તિનું સંશોધન કરનાર પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ સ્વર્ગવાસી થયા. આ સમયગાળામાં આવી ઘટનાઓ બની ગઈ. આ સઘળા કાર્યમાં એટલે કે પુનઃસંસ્કરણ વખતે તેમજ પુનર્મુદ્રણ વખતે પરમપૂજ્ય આચાર્યશ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના સુવિનીત શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્યશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા તપસ્વી પંન્યાસ શ્રી અનંત ભદ્રવિજયજી મહારાજસાહેબ તથા વિદ્વતુવર્ય મુનિરાજ શ્રી મણિપ્રભવિજયજી મહારાજસાહેબ આદિ મુનિ મહારાજસાહેબોનું શુભ પ્રેરણાભર્યું માર્ગદર્શન મળતું રહ્યું છે તેમનો હું ઉપકાર માનું છું. પરમપૂજ્ય આચાર્ય ભગવંત પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજસાહેબે પુનઃસંસ્કરણ વખતે પ્રસ્તાવના લખી આપવા વિનંતી કરતાં તેમણે “પુનઃસંસ્કરણને આવકાર” લખી આપ્યો હતો જે પુનર્મુદ્રણ વખતે સમાવવામાં આવેલ છે. તેમનો હું આભાર માનું છું. તે રીતે પૂજ્ય મુનિ મહારાજ શ્રી મણિપ્રભવિજયજીને પ્રસ્તાવના માટે વિનંતી કરતાં તેમણે પણ “શબ્દકોશની સફરે” લખી આપી હતી, જે પુનર્મુદ્રણ વખતે સમાવવામાં આવી છે. તેમનો હું આભાર માનું છે. આ પુનર્મુદ્રણના કાર્યમાં જે જે સંસ્થાઓનો આર્થિક લાભ લીધો છે તેનો હું ઋણી છું. આ પુનર્મુદ્રણ ફાઇનલ પ્રફ સંશોધક પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના સ્વર્ગસ્થ પૂજ્ય સાધ્વીજી મહારાજસાહેબ લાવણ્યશ્રીજી મહારાજસાહેબનાં શિષ્યા પરિવારનો આભાર માનું છું. આ કાર્યમાં મને ‘નવભારત સાહિત્ય મંદિરનો ઘણો સહકાર મળ્યો છે અને તેના કારણે મારી ઘણી જવાબદારીઓ તેમણે ઉપાડી લીધી હોવાથી તેમનો પણ હું આભારી છું. આ કાર્યમાં મારી સંસ્થાના અન્ય ટ્રસ્ટી શ્રી શ્રીયકભાઈ અરવિંદભાઈ શેઠ, શ્રી નિખિલેશ ચારૂચંદ્ર શેઠ તથા શ્રી જવાનમલજી શેષમલજીએ જે સહકાર આપ્યો છે તે બદલ તેમનો હું આભારી છું. આ કાર્યમાં પ્રૂફ તપાસનાર પંડિત શ્રી દિલીપભાઈ તથા પંડિત શ્રી પરેશભાઈ તથા મુદ્રણ કરનાર યુનિક ઑફિસેટ, અમદાવાદ તથા આકર્ષક બાઈન્ડિન્ગ કરનાર ઉમિયા બુક-બાઇન્ડિન્ગ વર્કસના રાજુભાઈનો આભારી છું. વિક્રમ સંવત ૨૦૬૦, અક્ષયતૃતીયા –ચારુચંદ્ર ભોગીલાલ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy