SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ २३ અભિવાનચિંતામણિનામમાલા વિદ્વાનોની માન્યતા છે કે, આચાર્ય હેમચંદ્ર “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન પછી “કાવ્યાનુશાસન’ અને તે પછી “અભિધાનચિંતામણિકોશની ૧૨મી શતાબ્દીમાં પદ્યમાં રચના કરી. સ્વયં આચાર્ય હેમચંદ્ર પણ આ કોશના આરંભમાં સ્પષ્ટ કહ્યું છે કે, શબ્દાનુશાસનનાં સમસ્ત અંગોની રચના પ્રતિષ્ઠિત થયા પછી આ કોશગ્રંથની રચના કરી. શ્રીહેમચંદ્રાચાર્યે વ્યાકરણજ્ઞાનને સક્રિય બનાવવા માટે અને વિદ્યાર્થીઓને ભાષાજ્ઞાન સુલભ કરાવવા માટે સંસ્કૃત અને દેશ્ય ભાષાના કોશોની રચના આ પ્રકારે કરી – ૧. અભિધાનચિંતામણિ–સટીક, ૨. અનેકાર્થસંગ્રહ ૩. નિઘંટુસંગ્રહ અને ૪. દેશીનામમાલા (રયણાવલી). આચાર્ય હેમચંદ્ર કોશની ઉપયોગિતા બતાવતાં કહ્યું છે કે પંડિત લોકો વફ્તત્વ અને કવિત્વને વિદ્વત્તાનું ફળ જણાવે છે પરંતુ એ બંને શબ્દજ્ઞાન વિના સિદ્ધ થઈ શકતાં નથી. “અભિધાનચિંતામણિ'ની રચના સામાન્ય રીતે “અમરકોશ'ની પદ્ધતિએ થયેલી છે. આ કોશમાં રૂઢ, યૌગિક અને મિશ્ર એવા એકથક શબ્દોનો સંગ્રહ છે. આમાં છ કાંડ છે અને તેમાં બધા મળીને ૧૫૪૧ શ્લોકો છે. આ. હેમચંદ્ર આ કોશની રચનામાં વાચસ્પતિ, હલાયુધ, યાદવપ્રકાશ, વૈજયંતી કોશ અને કાવ્યનાં પ્રમાણ આપ્યાં છે. કોશકારે ‘અમરકોશ'ને મુખ્ય આધાર બનાવ્યો છે. જો કે શબ્દસંખ્યામાં “અમરકોશ'થી દોઢગણો છે. ‘અમરકોશ'માં શબ્દોની સાથે લિંગનો નિર્દેશ છે જ્યારે આ. હેમચંદ્ર કોશમાં લિંગનો ઉલ્લેખ ન કરતાં સ્વતંત્ર લિંગાનુશાસન'ની રચના કરી છે. આ. હેમચંદ્રે આ કોશમાં માત્ર પયયવાચી શબ્દોનું જ સંકલન નથી કર્યું પરંતુ આમાં ભાષા સંબંધી મહત્ત્વપૂર્ણ સામગ્રી પણ સંકલિત છે. આમાં વધુમાં વધુ શબ્દો ગૂંથ્યા છે અને નવા તથા જૂના શબ્દોનો સમન્વય કર્યો છે. ભાષાની દષ્ટિએ આ કૃતિ મૂલ્યવાન છે. આમાં પ્રાકૃત, અપભ્રંશ અને દેશી ભાષાઓના શબ્દોનો પૂરેપૂરો પ્રભાવ જોવામાં આવે છે. આ દષ્ટિએ આચાર્યે કેટલાક નવીન શબ્દો અપનાવીને પોતાની કૃતિને સમૃદ્ધ બનાવી છે. કોશકારે સમાન શબ્દયોગથી અનેક પર્યાયવાચી શબ્દો બનાવવાનું વિધાન પણ કર્યું છે, પરંતુ તેમણે એ જ શબ્દો ગ્રહણ કર્યા છે જે કવિસંપ્રદાય દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત હોય. કવિઓ દ્વારા અપ્રયુક્ત અને અમાન્ય શબ્દો ગ્રહણ કરવાથી પોતાની કૃતિને બચાવી લીધી છે. આ વિશેષતાઓ અન્ય કોશોમાં જોવામાં આવતી નથી. આથી કાવ્યગ્રંથોના જૈનેતર ટીકાકારોએ પણ આ કોશના ઉલ્લેખોથી ટીકાઓને પ્રમાણભૂત બનાવી છે. અભિધાનચિંતામણિ-વૃત્તિ અભિધાનચિંતામણિ' કોશ પર આ. હેમચંદ્ર સ્વોપજ્ઞવૃત્તિની રચના કરી છે, એ વૃત્તિનું નામ તત્ત્વાભિધાયિની રાખ્યું છે. વૃત્તિમાં જ્યાં ‘શેષ' એવો ઉલ્લેખ કર્યો છે, ત્યાં વધુ પર્યાયવાચી શબ્દોનો વૃત્તિમાં સંગ્રહ કર્યો છે, તે આ પ્રકારે છે – ૧. કાંડમાં ૧, ૨. કાંડમાં ૮૯, ૩. કાંડમાં ૩, ૪. કાંડમાં ૪૧, ૫. કાંડમાં ૨, અને ૬. કાંડમાં ૮ – આ રીતે બધા મળીને ૨૦૪ શ્લોકોનું પરિશિષ્ટ પત્ર છે. મૂળ ૧૫૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy