SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કેટલાક વિદ્વાનો માને છે, જ્યારે પં. મહેન્દ્રકુમારે આ શ્લોક મૂળ ગ્રંથકારનો હોવાનું જણાવી ધનંજયના સમયની પૂર્વસીમાં નિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના મતથી ધનંજય દિગંબરાચાર્ય અકલંકની પછી થયા. ધનંજય કવિના સમય સંબંધમાં વિદ્વદ્ગણ એકમત નથી. કોઈ વિદ્વાન એમનો સમય નવમી અને કોઈ દશમી શતાબ્દી માને છે. નિશ્ચયપૂર્વક કહેવું હોય તો ધનંજય કવિ ૧૧મી શતાબ્દી પૂર્વે કોઈ સમયે થયા. ‘દ્વિસંધાનમહાકાવ્ય'ના અંતિમ પદ્યની ટીકામાં ટીકાકારે ધનંજયના પિતાનું નામ વસુદેવ. માતાનું નામ શ્રીદેવી અને ગુરુનું નામ દશરથ હતું એમ સૂચિત કર્યું છે. આમાં સમય આપ્યો નથી. એમણે આ સિવાય ૧. અનેકાર્થનામમાલા, ૨. રાઘવ–પાંડવીય દ્વિસંધાન મહાકાવ્ય, ૩. વિષાપહારસ્તોત્ર, ૪. અનેકાથનિઘંટુ આદિ ગ્રંથો રચ્યા છે. ધનંજયનામમાલા-ભાષ્ય દિગંબર જૈન મુનિ અમરકીર્તિએ “ધનંજયનામમાલા” પર “ભાષ્ય' નામે ટીકાની રચના કરી છે. ટીકામાં શબ્દોના પર્યાયોની સંખ્યા બતાવીને વ્યાકરણસૂત્રોનું પ્રમાણ આપી તેની વ્યુત્પત્તિ બતાવી છે. ક્યાંય ક્યાંય તો અન્ય પર્યાયવાચી શબ્દો પણ વધાર્યા છે. મુનિ અમરકીર્તિ ૧૪મા સૈકામાં થયા હોય એમ લાગે છે, કેમકે આ ‘નામમાલાના ૧૨૨મા શ્લોકના ભાષ્યમાં પં. આશાધરના “મહાભિષેક' ગ્રંથનો તેમણે ઉલ્લેખ કર્યો છે. પં. આશાધરે તેમના અનુગારધમમૃિત’ ગ્રંથની રચના વિ. સં. ૧૩૦૦માં કરી હતી એટલે અમરકીર્તિ તે પછી થયા એટલું નિશ્ચિત છે. એમણે હેમનામમાલા’નો ઉલ્લેખ પણ કર્યો છે. ટીકાના આરંભમાં અમરકીર્તિ મુનિ કલ્યાણકીર્તિને નમસ્કાર કર્યો છે. સં. ૧૩૫૦માં જિનયજ્ઞફલોદય' ગ્રંથની રચના કરનારા કલ્યાણકીર્તિથી તેઓ અભિન્ન હોય તો અમરકીર્તિએ આ ભાષ્યની રચના નિશ્ચિતરૂપે વિ. સં. ૧૪૫૦ની આસપાસ કરી એમ કહી શકાય. અનેકાર્થનામમાલા કવિ ધનંજયે “અનેકાર્થનામમાલાની રચના કરેલી છે. આમાં ૪૬ પડ્યો છે. વિદ્યાર્થીને એક શબ્દના અનેક અર્થોનું જ્ઞાન થાય એ દષ્ટિએ આ નાનો કોશ બનાવ્યો છે. આ કોશ “ધનંજયનામમાલા- સભાષ્યની સાથે છપાયો છે. અનેકાર્થનામમાલા ટીકા કવિ ધનંજયે રચેલા “અનેકાર્થનામમાલા પર કોઈ વિદ્વાને ટીકા રચી છે. તે પણ ‘ધનંજયનામમાલાસભાષ્ય’ની સાથે છપાઈ છે. નિઘંટસમય જિનરત્નકોશના પૃ. ૨૧૨માં કવિ ધનંજયે નિઘંટસમય' નામક ગ્રંથની રચના કર્યાનો ઉલ્લેખ છે. તે કૃતિ બે પરિચ્છેદવાળી હોવાનું જણાવ્યું છે, પરંતુ આવી કોઈ કૃતિ આજ સુધી જાણવામાં આવી નથી. સંભવતઃ આ કૃતિ ધનંજયની અનેકાર્થનામમાલા' હોય એવું અમારું અનુમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy