________________
શબ્દરત્નમહોદધિનો ભાવાર્થ
આ કોશ ગ્રંથનું નામ છે - શબ્દરત્નમહોદધિ. આ નામમાં નિર્દિષ્ટ ‘શબ્દ’નો અર્થ જાણવો જરૂરી છે. શબ્દનો અર્થ છે ધ્વનિ. આ ધ્વનિને લોકવ્યવહાર માટે આકૃતિબદ્ધ કરી લેવાયો ત્યારે તે વર્ણાત્મક અક્ષરશ્રુત બન્યો. (હાથ, આંખ વગેરેની ચેષ્ટાઓ–મુદ્રાઓ અનક્ષરશ્રુત ગણાય.) ભાષાશાસ્ત્રીઓએ એનું નિર્વચન કરતાં જણાવ્યું છે
'शब्दो द्विविधः- ध्वन्यात्मको वर्णात्मकश्च तत्र ध्वन्यात्मको भेर्यादौ वर्णात्मकश्च संस्कृतभाषादिरूपः ।'
-
સંપાદકીય સંવેદન
વસ્તુતઃ ધ્વનિ એ શબ્દનો સ્ફોટ છે એટલે ધ્વનિ એ શબ્દનું પ્રગટીકરણ છે એક શક્તિ છે. જ્યારે વર્ણ છે આકૃતિમય રચના. શબ્દ અને વિચારોની સ્થિરતા તેમજ નિશ્ચય માટે આકૃતિ ધારણ કરી એટલે તે લિપિબદ્ધ થયો અને લેખનપ્રવૃત્તિ શરૂ થઈ. આમ વાણી અને લેખન શરૂ થતાં શબ્દોનું નિર્માણ કરનારાઓએ વસ્તુના ગુણ, સ્વભાવ, આકૃતિ, સ્વાદ, વંશ, સ્થાન અને પ્રકૃતિ વગેરે તરફ ધ્યાન આપતાં શબ્દોનું વૈવિધ્ય નિર્માણ થયું. શબ્દોના નિર્માણ માટે વ્યાકરણો રચાયાં અને દેશભેદે અનેક ભાષાઓ ઉત્પન્ન થઈ. આવા શબ્દોરૂપી રત્નોનો સાગર એ જ આપણા કોશગ્રંથનું નામ શ બ્દ ૨ ત્ન મ હો દ વિ.
શબ્દ અને જ્ઞાન–
આપણું જીવન બે પ્રકારનું હોય છે. એક છે આંતરિક, જેને આપણે અધ્યાત્મ કહીએ અને બીજું છે બાહ્ય. શબ્દનું પ્રગટીકરણ જ્ઞાનમાંથી થાય છે, જે આંતિરક છે. જ્ઞાન અંદર આવૃત છે, અમૂર્ત છે, બોલી શકતું નથી. તેને બહાર નીકળવું છે તે આંતરિક એટલે પરા (પ્રાણમય ધ્વનિ), પશ્યન્તી (મનોમય ધ્વનિ) રૂપે છે ને વિચાર કરતાં કરતાં મધ્યમાની (-આપણી ધ્વનિની વ્યંજક સૂક્ષ્મ ધ્વનિ)માંથી પસાર થઈ વૈશ્વરી જે શબ્દરૂપે બહાર નીકળે છે તે જ્ઞાન બાહ્ય જગતમાં આવે છે. એ શબ્દ દ્વારા બધો વ્યવહાર ચાલે છે, સમાજ રચાય છે, શ્રુત ગૂંથાય છે, વિજ્ઞાનની શોધોની આપ-લે થાય છે. પરદેશ સાથે સંબંધો જોડાય છે પણ જ્યારે આપણે અશબ્દમાં જવું હોય ત્યારે ઉપર્યુક્ત ક્રમ ઊલટાવાય છે. એટલે મૌન સધાય છે. વસ્તુતઃ અમૂર્ત એવું જ્ઞાન મૂર્ત સાથે ભળે છે ત્યારે શ્રુત બને છે શાસ્ત્ર બને છે. બાકી જ્ઞાન અને શબ્દનો વિષય આધ્યાત્મિક
અને દાર્શનિક છે એટલે એ વિષયમાં ઊંડા ઊતરવું અહીં અપ્રસ્તુત છે.
મારી પોતાની વાત—
Jain Education International
1
-
આ કોશની પ્રથમ આવૃત્તિ વિ. સં. ૧૯૯૩ (સને ૧૯૩૭)માં પ્રગટ થઈ હતી. કોશના મુખ્ય પ્રેરક હતા પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ અને સંગ્રાહક હતા તેમના વિદ્વાન્ શિષ્ય પં. શ્રી મુક્તિવિજયજી ગણિ. કોશગ્રંથની રચના-સંગ્રહ માટે પૂ. પંન્યાસજીની સાથે પં. અંબાલાલ શાસ્ત્રી, પં. ગિરજાશંકર શાસ્ત્રી અને પં. ઉમાશંકર શાસ્ત્રી આદિ વિદ્વાન શાસ્ત્રીઓ પણ સહાયક હતા. તેમણે અનેક કોશો અને ગ્રંથોમાંથી શબ્દોનો સંગ્રહ કર્યો છે. વિશાળકાય બનેલા આ કોશમાં શબ્દોની વ્યુત્પત્તિ, લિંગ અને અનેક અર્થોનો સમાવેશ કરી બે ભાગમાં તેને પ્રસિદ્ધ કર્યો હતો. તેના નિર્માણમાં બાર વર્ષો વીત્યાં હતાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org