SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ १७ પું. ન. બન્ને લિંગમાં વાપરી શકાય છે ને અમુક શબ્દો ત્રણે લિંગમાં પણ વપરાય છે. અવ્યય, ધૃવન્ત, વિશેષળ, ભાવતુળમ્ તથા પ્રક્રિયાત્મ શબ્દો માટે પણ વ્યુત્પત્તિની સહાય, અર્થ માટે સ૨ળતાપ્રદ છે. શબ્દકોશમાં ન સમાઈ શકે તેવા શબ્દો માટે વ્યુત્પત્તિની આવશ્યકતા એ જ શબ્દાર્થ શોધવા માટે ઉપાયભૂત સરણી છે. કેટલીક વાર વિષય અને ભાવપ્રબંધના કારણે શબ્દાર્થ શોધવા માટે કોષનો આધાર માત્ર દિશાસૂચક જેવો જ હોય છે અને તેનો ઘટનીય અર્થ જાણવા સારુ મુખ્ય આધાર તેના પૂર્વપરના સંબંધાયેલા વિષય પર રાખવો પડે છે. જેમકે ‘સ્વવિવસસમહોરાત્રમાસપૂર્વ:, જાજ્વીર્યમ્ । શબુનુનુરાઘા વૃદ્ધિતો વીર્યવત્તરા:' રૃ. પારા। આ શ્લોકનો અર્થ શાસ્ત્રસંબન્ધ પ્રમાણે ગ્રહવાર તરીકે કરેલો છે. આવી રીતે શાસ્ત્રમાં કહેલી કેટલીક સંજ્ઞાઓનો વિષય, કોષથી પણ વિમુખ હોય છે. આથી વ્યુત્પત્તિજ્ઞાન સાથે × ભાવોત્પત્તિ જ્ઞાનની પણ પરમ આવશ્યકતા રહે છે. આ ‘શબ્દરત્નમહોધિ’ નામક સંસ્કૃતકોષના સંગ્રાહક પંન્યાસ મુક્તિવિજયજીએ પૂજ્ય આચાર્યવર્ય મહારાજશ્રી ૧૦૦૮ વિજયનીતિસૂરીશ્વરજીની, બહુકાળની લોકોપયોગિતાવાળી સંસ્કૃત ભાષા સરળ રીતે સમજાય તથા દરેક જૈન, અજૈન ગ્રંથોનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજાય તે માટે કોષ બનાવવાની મહેચ્છા જાણેલી હતી, કેટલાક સમય પછી તેઓશ્રીની અનુમતિથી આ કોષનું કાર્ય પંન્યાસજીએ હાથ ધરેલું, તે કામ આજે બાર વર્ષના ભૂરિ પરિશ્રમે જનતાની સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ કોષકાર્ય શરૂ કર્યા પછી પંન્યાસજી શરીરના કારણે અશક્ત બનતાં તથા કોષનું કાર્યસ્વરૂપ નાનું ન બની જાય જે પ્રમાણે વિસ્તૃત છે તે કાયમ રહે તે માટે પંડિતોની સહાયતા લીધી. પ્રથમ રાજપીપલાનિવાસી પંડિત અંબાલાલની નિમણૂક મહારાજશ્રીની અનુમતિ લઈને કરી. તેઓએ અમુક વખત કામ કર્યું, ત્યારબાદ આવા બૃહત્કાર્યને સંપૂર્ણ કરવા વડનગરનિવાસી પંડિત ગિરિજાપ્રસાદની આ કોષકામમાં નિમણૂક કરી. તે કાર્ય આજે સંપૂર્ણ નિર્વિઘ્ને પૂર્ણ થયેલ છે. પં. મુક્તિવિજયજીએ તથા પંડિતોએ પોતાની બહુશ્રુતતાભરી મતિપટુતાથી તથા અનેક કોષગ્રંથો કે જે પહેલા ભાગમાં બતાવેલા છે તે છતાં વિશેષ જાણ માટે અહીં જણાવીએ છીએ. શબ્દકલ્પદ્રુમ, શબ્દસ્તોમમહાનિધિ, વાચસ્પત્યબૃહદભિધાન, પદ્મકોષ, અભિધાનચિન્તામણિ, શબ્દાર્થકૌસ્તુભ (હિન્દી), અનેકાર્થસંગ્રહ નામકોષ, ન્યાયકોષ, શબ્દસિદ્ધિ માટે ઉણાદિગણવૃતિ, હેમનિઘંટુ, હસ્તલિખિત શબ્દરત્નસમુચ્ચય, હૈમશેષમાલા, શિલોચ્ચય નામમાળા, વગેરે તેમજ પ્રાકૃત માટે શબ્દમહાર્ણવ વગેરે અવલોકન કરીને અનેક ટેિલ, કુટિલ અને ઘટનાબદ્ધ રત્નતુલ્ય શબ્દોના પ્રવાહોને આ કોષરૂપી મહોદધિમાં આપૂરિત કરવામાં સંપૂર્ણ ન્યાય આપ્યો છે. બહુ વર્ષોથી સમુદ્ભવેલા વિચારાંકુરોને પરમપરિશ્રમરૂપી જળસિંચનથી તથા પંડિતોના ધન્યસ્વી કરકમલથી ઊછરીને સમુદ્ધરણ થતા, સર્વોપયોગી ગુજરાતી ભાષામાં વ્યુત્પત્યર્થસહિત ફળદ્રુપતાભર્યા આ કોષ ગ્રન્થને નીરખતાં અવશ્ય જનસમૂહ આનંદ પામશે જ. – વિદ્વાનો કે વિદ્વર્ય આચાર્યો આવા ગ્રન્થ કાર્યમાં કંઈ હસ્તદોષથી અથવા પ્રમાદથી કે પ્રેસદોષથી રહેલ ભૂલોને દેખી ગ્રન્થકર્તાના પરિશ્રમને જરૂ૨ દોષષ્ટિએ નહિ જુએ એવી પ્રભુ પાસે અભ્યર્થના છે – ઇતિ. વિ. સં. ૨૦૭ वैशा० शु. ११ - एकादश्याम् सौम्यवासरे, राजनगरम् विदुषां विधेयतमः - पंडित उमाशङ्क दयाराम व्याकरणाचार्यः sहेलानो उपाश्रय. X પ્રસંગાનુસાર ભાવવાળી શબ્દરચના અથવા પ્રાસંગિક વ્યવહારોપયોગી શબ્દોનો વિષય પ્રમાણે અર્થ કરવો તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy