SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ १० આ જ વિચારે આ કાર્યમાં ગમે તે ભોગે પણ ઝંપલાવવાનો નિર્ણય લેવાયો. આમ આ કાર્યનું બીજારોપણ થયું. પછી તો એનું સિંચન પણ ચાલુ થઈ ગયું. તજ્ઞ પૂ. મુનિ ભગવંતો તેમજ વિશિષ્ટ વિદ્વાનો જોડે વિચારવિમર્શ કરાતાં પુનર્મુદ્રણ પણ પરિમાર્જનપૂર્વકનું જ કરવું – એવું નિશ્ચિત થયું. ત્યારબાદ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આગળ આ વાત મૂકતાં તેમણે પણ આ કાર્ય માટે સહર્ષ સમ્મતિ આપી. મુખ્ય ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પન્નાલાલ તેમજ વકીલ શ્રી ચારુચંદ્ર ભોગીલાલ શાહ વગેરેએ ઘણા જ ઉમંગ અને ઉત્સાહભેર આ જવાબદારી ઉપાડી લેતાં મારા માથાનો ભાર ઘણો હળવો થઈ ગયો. સુશ્રાવક શ્રી ચારુચંદ્ર ભોગીલાલ શાહે તો આ કાર્ય માટે જે મહેનત ઉઠાવી છે અને ભોગ આપ્યો છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે છે. અમદાવાદભરમાં મુખ્ય શ્રી મહાવીરસ્વામીજી જૈન મંદિરના અગ્રિમ અગ્રણી તેમજ પં. શ્રી રૂપવિજયજી મહા.ના ડહેલાના ઉપાશ્રયના માનનીય કાર્યકર્તા હોવા ઉપરાંત શ્રી આણંદજી કલ્યાણજી જૈન પેઢીના પણ એક શ્રેષ્ઠ ટ્રસ્ટી આદિ રૂપે તેમની ધાર્મિક તથા સામાજિક સેવાને શ્રીસંઘ વીસરી શકે તેમ નથી. વિશેષ સુયોગની વાત તો એ છે કે આ ગ્રંથરત્નનું પૂર્વ-પ્રકાશન પણ શ્રી વિજયનીતિસૂરિ જૈન વાચનાલય વતી શ્રાદ્ધવર્ય શ્રી ભોગીલાલ સાંકળચંદ શાહે જ કર્યું હતું. (પૂર્વોક્ત શ્રી મહાવીરસ્વામીજી જૈન મંદિરની પણ આજીવન સંપૂર્ણ વ્યવસ્થા તેમના જ હસ્તક હતી.) અને તેમના જ સુપુત્ર એટલે કે શ્રી ચારુચંદ્ર ભોગીલાલ શાહના હસ્તે જ આનું પુનઃ પ્રકાશન પણ થઈ રહ્યું છે. આ કંઈ ઓછા આનંદની વાત તો ન જ ગણાય. પણ આ ગ્રંથના સંપાદન-સંશોધનનું કાર્ય કોને-કયા પંડિતને સોંપવું ? આ પણ એક મોટો યક્ષપ્રશ્ન હતો. ચાલુ વિષયમાં જરૂરી તો એ હતું કે ઉપરોક્ત જવાબદારી કોઈ એવી વ્યક્તિને સોંપાય કે જે અધિકારી વિદ્વાન હોવા સાથે જ જૈન પણ હોય ! કમસે કમ જૈનોલોજીનો સુનિષ્ણાત તો એ હોવો જોઈએ ! કારણ આ ગ્રંથ જૈનો તરફથી જ પ્રકાશિત તેમજ જૈનધર્મ વિષયક શબ્દોના જ બાહુલ્યથી યુક્ત હતો. આની તપાસમાં ખ્યાતનામ લેખક શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈ આદિને મળતાં અનેક ગ્રંથરત્નોના અધિકારી સંપાદક અને લેખક પંડિતવર્ય શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહ મળી આવતાં ઉપરના બંને સવાલો સહેલાઈ સાથે સમાહિત થઈ ગયા. પહેલાં પણ એક વિદ્વાન તરીકે તો તેમનું નામ સાંભળવામાં આવ્યું હતું પણ એક અધિકારી સમર્થ વિદ્વાન પંડિત તરીકેનો તેમનો પરિચય તો આ મહાગ્રંથના સંપાદન અર્થે તેમનો સંપર્ક સધાયા બાદ જ થયો. ઉંમર સુલભ શારીરિક અસર-કસરને ગણકાર્યા વગર એકલે હસ્તે આવા શકવર્તી ભગીરથ કાર્ય હાથ ધરવા બદલ તેમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. ચાલુ કાર્યમાં શબ્દલોકની ખરી સફર કરનારા તો તેઓ જ ગણાય ને ! પંન્યાસપ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર્યું (હાલમાં – શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા.) ખૂબ મૂલ્યવંતી અને મનનીય પ્રસ્તાવના લખી આપીને અમોને ઘણા જ ઉપકૃત કર્યા છે. બીજા પણ કૈક વિદ્વાનો, પૂજનીય પદસ્થ આદિ મુનિ ભગવંતો, સાધ્વીજીર્વાદ તેમજ શ્રાવક-શ્રાવિકા વર્ગ આદિ ચતુર્વિધ શ્રીસંઘે આ પ્રકાશન-કાર્યમાં જે ઉત્સાહ અને ઉમંગ દાખવવાપૂર્વક આર્થિક રીતે તેમજ અન્ય રીતે પણ શ્રુતભક્તિનો લાભ લીધો છે તેને અમે વીસરી શકતા નથી. વર્તમાન કાળમાં એક તો આવા સંસ્કૃતાદિ ગ્રંથોનું મુદ્રણ પૂરી મહેનત માંગી લે તેવું હોય છે તો બીજી બાજુ એના આર્થિક ખર્ચનો પ્રશ્ન પણ બહુ જ બિહામણો હોય છે. સામાન તથા ચાલુ કથા સાહિત્યાદિના ગ્રંથો તો સૌ કોઈને આકર્ષતા હોય છે એટલે એનું મૂલ્ય સૌ કોઈ કરી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy