SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દલોકની સફરે શબ્દશક્તિનો મહિમા ખરેખર અપરંપાર છે. એ વાત સૌને સુવિદિત છે. આધુનિક યંત્રવાદ દ્વારા પણ એ સુપેરે પુરવાર થઈ ચૂકેલું છે. શબ્દોની દુનિયામાં શબ્દો વિના ચલાવવું લગભગ અશક્ય છે અને સાથે જ અહીંયા શબ્દોનો કોઈ સુમાર નથી. અક્ષર, પદ, વાક્ય, શ્લોક વગેરે-શબ્દલોકની ગલીગુચીઓ પણ પાર વગરની છે. વિશ્વભરમાં વાણી-વ્યવહારથી જ જીવન-વ્યવહાર બધો ચાલતો હોય છે. શબ્દોથી જ શાસ્ત્રો, ગ્રંથો વગેરે ગૂંથાય છે. પ્રચંડ પ્રભાવને પ્રગટાવતી મંત્રશક્તિ કે જેના દ્વારા વ્યક્તિનું જીવન અને મૃત્યુ બંને નિપજાવી શકાય છે એ પણ વિશિષ્ટ રીતે સંયોજનાને પામેલી વર્ણમાળા જ છે. એ તો ઠીક, પણ મહાનુ આશ્ચર્યની વાત તો એ છે કે નિઃશબ્દમાં જવા માટે પણ શબ્દ-શક્તિની જ ઉપયોગિતા અત્યુત્કૃષ્ટ-કક્ષાની છે. આ વિશે વધુ જેટલું લખીએ તેટલું ઓછું છે. અતિવિશાળ પ્રમાણવાળા સંસ્કૃત સાહિત્યની અખ્ખલિત સફર માટે સંસ્કૃતગુજરાતી શબ્દકોશની નિતાંત આવશ્યકતાને કોઈ નકારી શકે તેમ નથી. હવે આપણે પ્રસ્તુત મહાકાશને લગતી મહત્ત્વની વાતોને જ અંતે ન્યાય આપીશું. અખૂટ કોશ વગર ન તો રાજવીઓ ચલાવી શકે કે પછી કવિઓ-પંડિતો પણ ચલાવી શકે. આ પણ એવો જ અખૂટ જ્ઞાનકોશ છે જે જલદી કદી ખૂટે જ નહીં. આ ગ્રંથરત્નને લિપિબદ્ધ થયેલો ‘શબ્દલોક' કહીએ તો પણ ખોટું નથી. છતાં આવું શુભ નામ “શબ્દરત્નમહોદધિ' એવું રાખવામાં આવ્યું છે તે ખરેખર વ્યાજબી જ છે. પરમ ઉપયોગી ઢગલાબંધ શબ્દોરૂપી રત્નોનો આમાં સમાવેશ હોવાથી ખરેખર આ એક મહાસાગર જ છે. બાર-બાર વર્ષની સતત અને સખત જહેમત પછી આવા મહાકીંમતી રત્નોનો સફળ સંગ્રહ કરવા-કરાવવા બદલ પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. સા.ના વિદ્વદ્રય શિષ્ય અનુયોગાચાર્ય પંન્યાસપ્રવર શ્રી મુક્તિવિજયજી ગણિવર્યને આપણા કોટિશઃ વંદન હો. આવા મહાગ્રંથનું પુનર્મુદ્રણ કાર્ય કંઈ સહેલું ન હતું, પરંતુ એ માટેની માંગ પણ દિન-દિન વધી રહી હતી. અમુકે તો – ‘તમે છપાવી ન શકતા હો તો અમે છપાવી દઈએ’ એવી પણ તૈયારી બતાવી. પરમ ઉપકારી વાત્સલ્યવારિધિ શ્રીરૈવતાચલાદિ અનેક તીર્થોના ઉદ્ધારક ગુણનિધિ ગુરુદેવ પરમ પૂજ્ય સ્વ. આચાર્યદેવેશ શ્રીમવિજયનીતિસૂરીશ્વરજી મ. સા. આદિનાં પુણ્ય નામ કાયમ તો જ જળવાઈ રહે જો આ કામ જાતે હાથ ધરવામાં આવે. આ મહાનું કાર્ય એ મહાપુરુષની મહેચ્છાથી જ કરવામાં આવ્યું છે. ઉપરાંત એ રીતે એ મહિમાવંતા મહાપુરુષના સ્વ-સમુદાય પરના પરમ ઉપકારોના અવર્ણનીય ઋણમાંથી આંશિકરૂપે પણ મુક્તિ મેળવવાનો આ મહામૂલો અવસર જે મળ્યો છે તેને જતો કેમ કરાય ? સડક તો એ પુણ્યપુરુષો જ બાંધીને ગયા છે. હવે બીજાઓએ તો માત્ર તેનો જીર્ણોદ્ધાર જ કરવાનો છે ને ! બસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016067
Book TitleShabdaratnamahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorMuktivijay, Ambalal P Shah
PublisherVijaynitisurishwarji Jain Pustakalaya Trust Ahmedabad
Publication Year2005
Total Pages864
LanguageSanskrit, Gujarati
ClassificationDictionary & Dictionary
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy