SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પુરિયા (પુરિકા) બાર વર્ષના દુકાળ દરમ્યાન આચાર્ય વઈર(૨) જે નગરમાં આવ્યા હતા તે નગર. બૌદ્ધ રાજા અહીં રાજ કરતા હતા. જીવંત તીર્થંકરની મૂર્તિ અહીં હતી. પુરિયાની એકતા ઓરિસાના જગન્નાથપુરિ સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવનિ ૭૭૩,૧૧૮૮,આવચૂ.૧.પૃ.૩૯૬. ૨. ઓઘનિદ્રો.પૃ.૫૯. ૩. લાઇ.પૃ.૩૨૫. પુરિવટ્ટ (પુરિવર્ત) સાડી પચીસ આરિય(આર્ય) દેશોમાંનો એક દેશ જેની રાજધાની માસપુરી હતી. આ અને વટ્ટ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩. પુરિસ (પુરુષ) વિયાહપષ્ણત્તિના નવમા શતકનો ચોત્રીસમો ઉદ્દેશક.૧ ૧. ભગ.૩૬૨. પુરિસપુંડરીઅ (પુરુષપુણ્ડરીક) વર્તમાન ઓસપ્રિણી કાલચક્રના ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા વાસુદેવ(૧). તે છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧)ના ભાઈ હતા. તે ચક્કપુરના રાજા મહસિવ અને તેમની રાણી લચ્છિમઈ(૧)ના પુત્ર હતા. તે તેમના પૂર્વભવમાં પિયમિત્ત(૨) હતા. તેમણે તેમના પડિસનુ બલિ(૩)ને હણ્યા હતા. તેમની ઊંચાઈ ૨૯ ધનુષ હતી. તે પાંસઠ હજાર વર્ષ જીવ્યા અને પછી મારીને છઠ્ઠા નરકમાં પડ્યા.' ૧. સ.૧૫૮, આવભા.૪૦-૪૧,આવનિ.૪૦૩-૪૧૩, તીર્થો પ૭૭, ૬૦-૬૧૫, સ્થા.૬૭૨. પુરિસપુર (પુરુષપુર) ગંધાર(૧) દેશની રાજધાની. ણગ્નઇ તેનો રાજા હતો. પાડલિ નગરના રાજા મુરુંડ(૨)એ આ નગરમાં પોતાનો રાજદૂત મોકલ્યો હતો. આ નગરમાં રક્તપટધારી બૌદ્ધ ભિક્ષુઓ વારંવાર આવતા જતા રહેતા. તેની એકતા પેશાવર સાથે સ્થાપવામાં આવી છે.* ૧. આવયૂ.૨,પૃ.૨૦૮,ઉત્તરાયૂ.પૃ. | ૩. બૃ.૬૫૦ ૧૭૮, ઉત્તરાશા.પૃ.૩૦૪. ૪. જિઓડિ.પૃ.૧૬૨. ૨. બૃભા.૨૨૯૧, ૨૨૯૨. પુરિસવિજા (પુરુષવિદ્યા) જુઓ ખુડગનિયંઠિજ્જ.' ૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. પુરિસસીહ (પુરુષસિંહ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના ભરહ(૨) ક્ષેત્રના નવ વાસુદેવો(૧)માંના પાંચમાં. તે સુદંસણ(૭)ના ભાઈ હતા. તે અસ્યપુરના રાજા સિવ(૬) અને તેમની રાણી અમ્મયાના પુત્ર હતા. ધમ્મ તિર્થંકર તેમના સમકાલીન હતા. પુરિસસીહ તેમના પૂર્વભવમાં ઈસિવાલ(૨) હતા. પુરિસસિંહની ઊંચાઈ ૪૫ ધનુષ હતી અને તે દસ લાખ વર્ષ જીવ્યા. તેમણે પોતાના પુડિસદુ ણિસુંભને હણ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy