SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ એટલે પુંડરીયે રાજ કંડરીયને સોંપી દીધું અને તેના ભાઈ પાસેથી શ્રમણનાં ઉપકરણો લઈ પોતે શ્રમણ બની ગયો. શ્રમણજીવનમાં પુંડરીય ઘણા રોગોથી પીડાતા હતા પણ તે શ્રમણાચારના નિયમોના પાલનમાં અડગ અને ચુસ્ત રહ્યા. મૃત્યુ પછી તે સવ્વટ્ટસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. કાળક્રમે તે મોક્ષ પામશે.૧ ૧. જ્ઞાતા. ૧૪૧-૧૪૬, આચૂ.૧.પૃ.૩૮૪-૮૯, આવ.પૃ.૨૭, મર.૬૩૭, ઉત્તરાક. પૃ. ૨૧૬-૧૭, આચાયૂ.પૃ.૫૮, આચાશી.પૃ.૧૧૧. ૫. પુંડરીય પુક્ષ્મરવરદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૭૬, ૧૮૧, સ્થા.૭૬૪. ' ૬. પુંડરીય જ્યાં થાવચ્ચાયુત્તે સલ્લેખના કરી હતી તે પર્વત. તેની એકતા સેત્રુંજય સાથે સ્થાપવામાં આવી છે. ૧. શાતા.૫૫,૫૬, ૨. જ્ઞાતાઅ.પૃ.૧૧૧. ૭. પુંડરીય જંબુદ્દીવના સિહરિ(૧) પર્વત ઉપર આવેલું સરોવર. સુવર્ણકૂલા, રત્તા અને રત્તાવઈ નદીઓ અનુક્રમે તેની દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ બાજુએથી નીકળે છે. સરોવરની લંબાઈ એક હજાર યોજન છે. તે લચ્છી(૧) દેવીનું વાસસ્થાન છે. અભિષેકવિધિ માટે દેવો તેનું પાણી લઈ જાય છે. 3 ૧.જમ્મૂ.૧૧૧, સ્થા.૧૯૭,૫૨૨, જીવામ.પૃ.૨૪૪. ૩. સમઅ.પૃ.૧૦૫. ૪. જીવા.૧૪૧. ૨.સમ.૧૧૩. ૮. પુંડરીય ખીરવર દ્વીપના અધિષ્ઠાતા બે દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૧. ૯. પુંડરીય જુઓ પોંડરીઅ. પુંડરીયગુમ્ન (પુણ્ડરીકગુલ્મ) સહસ્સારકલ્પનું એક વાસસ્થાન (વિમાન) જે પઉમ(૩) સમાન છે. ૧. સમ.૧૮. પુક્ષ્મરદંત (પુષ્કરદન્ત) ખીરવર દ્વીપના અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧ ૧. જીવા.૧૮૧. પુક્ષ્મરદ્ધ (પુષ્કરાર્ધ) આ અને પુક્ષરવરદીવઢ એક છે. ૧. સૂર્ય.૨૯. પુક્ષ્મરવર (પુષ્કરવર) કાલોય સમુદ્રને ઘેરી વેળેલો વલયાકાર દ્વીપ. વલયના બધાં બિંદુઓએ તેની પહોળાઈ એકસરખી સોળ લાખ યોજન છે. તેનો પરિઘ ૧૯૨૮૯૮૯૪ યોજન છે. તેને ૧૪૪ સૂર્યો, ૧૪૪ ચન્દ્રો, ૪૦૩૨ નક્ષત્રો, ૧૨૬૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy