SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૩ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુમાલિયા (સુકુમારિકા) જુઓ સુકુમાલિયા.' ૧. જ્ઞાતા.૧૦૯. સૂયકડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ.' ૧. સૂત્રચૂ.પૃ.૨૧. સૂયગડ (સૂત્રકૃત) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો બીજો અંગ ગ્રન્થ.તે સુરકડ, સૂયગડ, સૂતગડર અને સૂતકડ એમ વિવિધ નામોએ ઓળખાય છે. તે બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે. તેમાં કુલ તેવીસ અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કન્દમાં સોળ અને બીજામાં સાત અધ્યયનો છે. પ્રથમ શ્રુતસ્કલ્પના અધ્યયનો ગાહાસોલસા નામે પ્રસિદ્ધ છે, જયારે બીજા શ્રુતસ્કન્ડના અધ્યયનો મહાધ્યયનો કહેવાય છે. પ્રથમ પાંચ અધ્યયનોમાં અનુક્રમે ચાર, ત્રણ, ચાર, બે અને બે ઉદ્દેશો છે જ્યારે બાકીનાં બધાં અધ્યયનોમાં એક એક ઉદ્દેશ જ છે. આ અંગમાં કુલ છત્રીસ હજાર પદો છે. સેંકડો સંપ્રદાયો જે ચાર મુખ્ય મતવાદોનું પ્રતિનિધિત્વ કરતા હતા તે ક્રિયાવાદ, અક્રિયાવાદ અજ્ઞાનવાદ અને વિનયવાદના સિદ્ધાન્તોની સમજૂતી અને તેમનું ખંડન આ અંગમાં છે શ્રમણોએ સહન કરવા પડતા ત્રાસ અને ઉપસર્ગોનું તેમજ પરસિદ્ધાન્તો સામે અડગ રહેતા શ્રમણોના આત્મબળનું વર્ણન પણ આ અંગમાં છે. તેનાં તેવીસ અધ્યયનોનાં નામો આ પ્રમાણે છે – સમય(૨), તાલિબ, ઉવસગપરિણા, થી પરિણા, સરયવિભત્તિ, મહાવીરશૂઇ, કુસીલપરિભાસિય, વીરિઅ(૧), ધમ્મ(૪), સમાહિ(૨), મગ્ન, સમોસરણ, આહરહિએ, ગંથ, જમઈઆ, ગાથા, પુંડરીય(૨), કિરિયાઠાણ, આહારપરિણા, અપચ્ચખાણકિરિઆ, અણગારસુઅ, અદ્દઇજ્જ અને હાલંદઇજ્જ. જે શ્રમણને શ્રામયપાલનના ચાર વર્ષ પૂરા થઈ ગયા હોય તેને આ અંગ ભણવાની અનુજ્ઞા છે. મહાવીરના નિર્વાણ પછી ૧૯૦૦ વર્ષે મહાસમણ નામના શ્રમણના મૃત્યુ સાથે આ અંગે વિચ્છેદ પામશે એવું તિત્વોગાલીમાં ભાખવામાં આવ્યું છે. સૂયગડનું ઉપાંગ છે રાયપાસેણઈય. સૂયગડને તેની ણિજુત્તિ અને ચુણિ છે. તેના ઉપર શીલાંક આચાર્યની સંસ્કૃત ટીકા છે અને આ ટીકા ઉપર હર્ષકુલે ટીકા લખી છે. ૧.સમ.૧૩૭, સૂત્રનિ.૨, નન્દિ.૪૫, ૧૪. સૂત્રનિ.૨૨, નન્દિ.૪૭, નન્દિહ.પૃ.૭૮, સમઅ.પૂ.૧૦૭, ૫. સૂત્રનિ. ૨૨, સમ.૨૩, ઉત્તરા. ૩૧.૧૬, સ્થાઅ.પૃ.૨. સૂત્રશી.પૃ. ૬,૨૧-૨૨, આવહ.પૃ.૫૮. પાક્ષિય.પૃ.૭૦. ૬. સમ.૧૬,૫૭, નન્ટિ.૪૭, ઉત્તરાશા. ૨. સૂત્રનિ.૨, અનુ.૯૨, બૃભા.૪૦૮, | પૃ.૬૧૪,૬૧૬,સૂત્રશી.પૃ.૮,સમઅ. પ્રશ્ન.૨૮, નિશીયૂ.૪,પૃ.૨૫૨. [ ૩૨,૪૩,૭૪. ૩. સૂત્રચૂ.પૂ.૬, નિશીયૂ.૧.પૃ.૩૫. | ૭. સમ. ૧૬, સૂત્રશી.પૃ.૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy