SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જ્ઞાતા.૧૫૩. ૪. સુસ્સરા ગીયરઇ અને ગીયજસ એ બેમાંથી દરેકની એક એક રાણીનું નામ. તે તેના પૂર્વભવમાં ણાગપુરના શેઠની પુત્રી હતી. ૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬. ૨. જ્ઞાતા.૧૫૩. સુહ જુઓ સુહુમ.' ૧. સ્થા.૫૫૬. સુહણામા (શુભનામા) પખવાડિયાની પાંચમ, દસમ, પૂનમ અને અમાસની રાત.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૭. ૧. સુહસ્થિ (સુહસ્તિ) આચાર્ય શ્લભદ્રના મુખ્ય શિષ્ય. તે વાસિક ગોત્રના હતા.' શ્રમણસંઘના નાયક મહાગિરિએ જિનકલ્પ આચાર અંગીકાર કર્યો એટલે તેમના શ્રમણસંઘના નાયકપણાની જવાબદારી સુહન્થિ ઉપર આવી. સુહસ્થિને બાર શિષ્યો હતા - રોહણ, ભદ્રજસ(૨), મેહગણિ, કામિઢિ, સુઢિય(૨), સુપ્પડિબુદ્ધ, રખિય(૨), રોહગુત્ત(૧), ઇસિગુત્ત, સિરિગુત્ત, ખંભ(૯) અને સોમ. સુહત્યેિ પાડલિપુત્ત ગયા હતા અને ત્યાં શ્રેષ્ઠી વસુભૂધ(૨)એ તેમની પાસે શ્રાવકનાં વ્રતો લીધાં હતાં. ત્યાંથી તે વઈદિસિ ગયા અને જીવંતસામિની પ્રતિમાને તેમણે વંદન કર્યા. પછી તે ઉજેણી ગયા અને પોતાની માતાને, અવંતિસુકુમાલને અને તેની પત્નીઓને દીક્ષા આપી.* એક વાર તેમણે કોસંબીમાં એક ભિખારીને દીક્ષા આપી હતી. તે ભિખારી મરીને ઉજેણીમાં સંપઈ રાજા તરીકે જન્મ્યો. આ રાજાએ સુહસ્થિને આદર સહિત આવકાર્યા અને તે તેમનો ચુસ્ત ઉપાસક બની ગયો. ૧. કલ્પ.પૃ. ૨૫૩,નદિ. ગાથા ૨૫, ૪. આવનિ.૧૨૭૮, આવયૂ. ૨પૃ.૧૫પનદિમ.પૃ.૪૯, નન્ટિયૂ.પૃ.૬, ૫૭, આવહ.પૃ. ૬૬૮-૭૦. નન્દિહ.પૃ.૧૧, આચા.પૃ.૨૭, પ. બૃભા.૩૨૭૫, બુશે.૯૧૭, સ્થાઅ. આવયૂ.૨.પૃ.૧૫૫ સ્થાઅ.પૃ. ૩૯૦. | પૃ. ૨૭૬, વ્યવસ. ૯, પૃ.૧૪. ૨. આવહ.પૃ.૬૬૮, આવયૂ. ૨,પૃ.૧૫૫.૬. બૃભા.૩૨૭૭,વૃક્ષ.૯૧૮,નિશીભા. ૩. કલ્પ.પૂ. ૨૫૭-૫૮. ૫૭૪૪-૪૬, ૫૭૪૯-૫૧, નિશીયૂ.૪. પૃ.૧૨૮-૧૩૦. ૨. સુહસ્થિ ભદ્રસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.' તે જ નામની દેવી ત્યાં વસે છે. ૧. સ્થા.૬૪૨, જબૂ.૧૦૩. ૨. જબૂ.૧૦૩. ૩. સુહસ્થિ રાયગિહમાં આવેલા ગુણસિલઅચૈત્યની નજીક રહેતા પરિવ્રાજક ૧. ભગ. ૩૦પ. સુહમઈ (શુભમતિ) પ્રથમ તિર્થીયર ઉસહ(૧)નો એક સો પુત્રોમાંનો એક.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy