SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સમવાય ચોથો અંગ(૩) ગ્રન્થ. જુદી જુદી સંખ્યા ધરાવતા બધી જાતના બધા વિષયો યા પદાર્થોનું તેમની સંખ્યાના ક્રમ પ્રમાણે તે નિરૂપણ કરે છે. જુદા જુદા પદાર્થોની ગણના ચડતી સંખ્યા ધરાવતા વર્ગોના ક્રમમાં કરવામાં આવી છે અર્થાત્ ૧ થી ૧૦૦, ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૩૫૦, ૪૦૦, ૪૨૦, ૫૦૦, ૬૦૦ ઈત્યાદિથી ૧૧૦૦, ૨૦૦૦, ૩૦૦૦ ઈત્યાદિથી ૧૦,૦૦૦ સુધી, ૧ લાખ, ૨ લાખ, ઇત્યાદિથી ૯ લાખ સુધી, ૯ હજાર, ૧૦ લાખ, ૧ કરોડ અને એક કોટાકોટી. આ ગણનાયુક્ત નિરૂપણ પછી બાર અંગ ગ્રન્થોનું વર્ણન આવે છે. તેથી આગળ તે કુલગરો, તિર્થંકરો, ચક્કવઢિઓ, વાસુદેવો, બલદેવો(૨) વગેરેનાં નામો વગેરે નોંધે છે. જે શ્રમણના શ્રાપ્યપાલનના આઠ વર્ષ થયા હોય તે શ્રમણને સમવાય ભણાવવાની ભલામણ કરવામાં આવી છે. તિત્વોગાલીમાં ભવિષ્ય ભાખવામાં આવ્યું છે કે વીરનિર્વાણ સંવત ૧૩૦૦માં આ અંગેનો વિચ્છેદ યા નાશ થશે.' અભયદેવસૂરિએ વિક્રમ સંવત ૧૧૨૦માં અણહિલપાટકમાં આ અંગ ઉપર ટીકા લખી. ૧.પાક્ષિપૃ.૪૬,પાક્ષિય.પૃ.૭૦,નન્દિ.| ૨. આ અસંગતિ છે. ૪૫,૪૯,નદિધૂ.પૃ.૬૪,નદિહ. | ૩. વ્યવ.૧૦.૨૩. પૃ.૮૦, નદિમ.પૃ. ૨૨૯, સમ. | ૪. તીર્થો.૮૧૪. ૧૩૯. ૫. સમઅ.પૃ.૧૬૦, સમાણ (સમાન) સહસ્સારકપ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ. ૧૮. સમાહારા દક્ષિણ રુયગ(૧) પર્વતના કણય(૩) શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી.' ૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, આવહ પૃ.૧૨૨, તીર્થો. ૧૫૫, આવચૂ.પૃ.૧૩૮. ૧. સમાહિ (સમાધિ) ભરહ(૨) ક્ષેત્રના અઢારમા ભાવી તિર્થંકર, જે સયાલિનો ભાવી ભવ છે. ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૩. ૨. સમાહિ સૂયગડનું દસમું અધ્યયન.' ૧. સમ.૧૬, ૨૩. સમાપિઠાણ (સમાધિસ્થાન) ઉત્તરઝયણનું સોળમું અધ્યયન. તેનું બીજું નામ બભચેરસમાવિઠાણ છે. ૧. ઉત્તરાનિ પૃ.૯, સમ.૩૬. ૨. ઉત્તરાયૂ.પૃ.૨૩૮-૨૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy