SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧.સંજમ (સંયમ) પણવણાનું બત્રીસમું પદ(પ્રકરણ)." ૧. પ્રજ્ઞા.ગાથા ૭. ૨. સંજમ એરવય(૧) ક્ષેત્રના ચૌદમા તિર્થંકર અને તિર્થંકર અસંતના સમકાલીન' સમવાય અનુસાર તેમનું નામ અસંતય છે. ૧. તીર્થો.૩૨૭. ૨. સમ. ૧૫૯. ૧. સંજય કંપિલપુરનો રાજા. તેની પાસે સંખ્યાબંધ લશ્કરી દળો અને લડાયક રથો હતા. એક વાર તે કેસર વનમાં શિકાર કરવા ગયા. ત્યાં તે હરણ પાછળ પડ્યા અને તેમણે તેને મારી નાખ્યું. જયારે તે તેનું મૃત શરીર લેવા ગયા ત્યારે તેમણે મૃત શરીરને ધ્યાનમગ્ન શ્રમણની પાસે પડેલું જોયું. તે શ્રમણનું નામ હતું ગદ્દભાલિ(૧), રાજાએ વિચાર્યું કે હરણ તે શ્રમણનું હોવું જોઈએ. તેથી તે ભય પામ્યો. તે ઘોડા ઉપરથી ઊતરી શ્રમણ પાસે જઈ તેમના પગમાં પડી ક્ષમા માગવા લાગ્યો. તે શ્રમણે રાજાને નિર્ભય બનવાનો અને બીજાઓને અભયદાન આપવાનો ઉપદેશ આપ્યો. શ્રમણના ઉપદેશથી રાજા અત્યન્ત પ્રભાવિત થયો. રાજાએ રાજ્યનો ત્યાગ કરી ગદભાલિ શ્રમણની ઉપસ્થિતિમાં શ્રામય સ્વીકાર્યું અર્થાત્ શ્રમણદીક્ષા ગ્રહણ કરી.' ૧. ઉત્તરા.અધ્યયન ૧૮, ઉત્તરાયૂ.પૃ.૨૪૮-૪૯, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૪૩૮થી. ૨. સંજયવિયાહપત્તિના સત્તરમા શતકનો બીજો ઉદેશક. ૧ ૧. ભગ.૫૯૦. ૩. સંજયે ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧ ૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૪. સંજય મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરનાર આઠ રાજાઓમાંનો એક. ૧. સ્થા.૬૨૧. ૫. સંજય મહાવીરના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.' ૧. ઋષિ.૩૯, ઋષિ(સંગ્રહણી). ૬. સંજય મહિલા નગરનો રાજા. સજ્જન મિત્રની મદદથી તે વિશ્વવિજેતા બન્યો અને સ્વર્ગ પામ્યો. ૧ ૧. ઋષિ.૩૩. સંઝપ્પભ (સધ્ધાપ્રભ) સક્ક(૩)ના આધિપત્ય નીચેના લોગપાલ સોમ(૧)નું વિમાન.૧ ૧. ભગ.૧૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy