SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગ્રન્થ હવે અસ્તિત્વમાં નથી. ૧. નદિ.૪૪, પાલિ.પૃ.૪૫, નદિહ.પૃ.૭૩. ૨. વ્યવ(મ)૧૦.૨૭. ૨. વરુણોવવાય સંખેવિયરસાનું સાતમું અધ્યયન. આ અને વરુણોવવાય(૧) એક લાગે છે. ૧. સ્થા.૭૫૫. વલયામુહ (વડવામુખ) લવણ સમુદ્રમાં આવેલા ચાર મહાપાયાલકલસમાંનો એક. તેના અધિષ્ઠાતા દેવ કાલ(૧૧) છે. ૧. જીવા. ૧૫૬, સ્થા.૩૦૫, સમ.૫૨, ૭૯. વલ્લતીપુર (વલભીપુર) જે નગરમાં વીરનિવણ સંવત ૯૮૦ યા ૯૯૩માં દેવઢિગણિની અધ્યક્ષતામાં જૈન આગમોને લેખનબદ્ધ કરવામાં આવ્યાં તે નગર.' તેની એકતા સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર શહેરની ઉત્તરપશ્ચિમે ૧૮ માઇલના અંતરે આવેલા વળા ગામ સાથે સ્થાપવામાં આવી છે. હવે ભારત સરકારે વળા નામના સ્થાને પ્રાચીન નામ વલભીપુર રાખ્યું છે. ૧. કલ્પવિ.પૃ. ૨૦૬. – ‘પુત્વે માને ત્નિદિો, નવસામણીયાગો વીરા' ૨. જિઓડિ.પૃ. ૧૮. વલ્લી વિયાહપણત્તિના બાવીસમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. તેમાં દસ અધ્યયનો છે.' ૧. ભગ.૬૯૧. વવહાર (વ્યવહાર) આ અંગબાહિર કાલિએ આગમગ્રન્થ છે. છ છેયસુત્તમાં તેની ગણના થાય છે. તેમાં દસ ઉદેશ (પ્રકરણ) છે. તેમાં શ્રમણાચારના બધી જાતના નિયમો અને વિવિધ પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ છે. તેમાં આચાર્ય, ઉપાધ્યાય આદિ પદવીધારીઓની આવશ્યક યોગ્યતાઓ જણાવવામાં આવી છે. શ્રમણીઓ માટે અલગ નિયમો આપવામાં આવ્યા છે. દસમા ઉદેશના અંતે શ્રમણોનો અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ પ્રમાણે નવદીક્ષિતને માટે અભ્યાસક્રમ પૂરો કરવા વીસ વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ આગમગ્રન્થ પચ્ચખાણપૂવાય નામના એક પુત્ર ગ્રન્થ ઉપર આધારિત છે. અને ગચ્છાયારની રચનામાં આ આગમગ્રન્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧. ન૮િ.૪૪, પાક્ષિ..૪૪, ૬૯. ૨. જીતભા.૨૬૫. ૩. ગચ્છા.૧૩૫. વવહારચુણિ (વ્યવહારચૂર્ણિ) વવહાર ઉપરની એક પ્રકારની ગદ્ય ટીકા.' ૧. વ્યવસ.૧.પૂ.૧, ૪૫. વવહારણિજુત્તિ (વ્યવહારનિર્યુક્તિ) વવહાર ઉપરની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.' તેની રચના ભબાહુ(૨) એ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy