SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૪૧ શ્રામપ્ય સ્વીકાર્યું હતું. એક વાર શ્રમણી રાઈમઈને ગુફામાં નગ્ન જોઈ અને તેને રાઈમઈ માટે પ્રેમ (રાગ) જાગ્યો, કામ જાગ્યો. તેણે તેને પ્રેમી તરીકે સ્વીકારવા અને તેની સાથે ભોગ ભોગવવા તેની સમક્ષ માગણી કરી. રાઈમઈએ તો ઊલટું તેને સન્માર્ગનો ઉપદેશ આપ્યો. પછી તેણે આખી જિંદગી સાચું શ્રામસ્ય પાળ્યું. એક વર્ષની ઉગ્ર તપસ્યા પછી રહણેમિને કેવળજ્ઞાન થયું અને નવસો એક વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા. ૧. ઉત્તરાનિ.પૃ.૪૯૬, ઉત્તરા.૨૨.૨૩થી, દશચૂ.૮૭-૮૮, કલ્પવિ.પૃ.૨૫૩, કલ્પવિ. પૃ.૨૧૮ અનુસાર તેમણે તિર્થીયર અરિઠણેમિ પાસે દીક્ષા લીધી હતી. રહણેમિw (રથનેમીય) ઉત્તરઝયણનું બાવીસમું અધ્યયન.' ૧. સમ.૩૬, ઉત્તરાયૂ.પૃ.૨૬૩. રહણેમિય (રથનેમીય) આ અને રહાણેમિક્સ એક છે. ૧. ઉત્તરાનિ.પૃ.૯. રહમદણ (રથમદન) કહ(૧)એ જ્યાં પંડવોના રથોનો નાશ કર્યો હતો ત્યાં જ તેણે (કણો) બાંધેલો કિલ્લો. ૧. જ્ઞાતા.૧૨૬. રહમુસલ (રથમુસલ) જેમાં સ્વયંચાલિત રથ(=રહ)માં લાગેલ સ્વયંચાલિત મુસલનો પ્રયોગ થયો હતો એવું કોણિઅ અને ચેડગ વચ્ચેનું યુદ્ધ. આ યુદ્ધમાં છન્નુ લાખ માણસો મરાયા હતા.' ૧. નિર.૧.૧., ભગ.૩૦૧, આવચૂ..પૃ. ૧૭૩, જીતભા.૪૭૯. રહવીરપુર (રથવીરપુર) જે નગરમાં વીરનિર્વાણ સંવત ૬૦૯માં સિવભૂઇ(૧)એ સંઘભેદ કરી બોડિય ભિન્ન સંઘ સ્થાપ્યો હતો તે નગર. તે નગરમાં દીવગ નામનું ઉદ્યાન હતું. આચાર્ય કણહ(૨) આ નગરમાં આવ્યા હતા.' ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૧૭૮, આવચૂ.૧.પૃ.૪૨૭, આવનિ. ૭૮૨, આવાભા. ૧૪પ-૧૪૬, વિશેષા. ૨૮૦૪, ૩૦૫૨-૫૩. રહાવત્ત (રથાવર્ત) જયાં આચાર્ય વઈર(ર)ના એક શિષ્ય મૃત્યુ પામ્યા હતા તે પર્વત. તેમના મૃત શરીરને રથમાં ફેરવીને દેવોએ પૂજયું હતું તેથી તે સ્થાન રહાવત્ત તરીકે જાણીતું બન્યું હતું. આ પર્વતની નજીક આસગ્ગીવ અને તિવિટ્ટ(૧) વચ્ચે યુદ્ધ થયું હતું. ૧. મર.૪૬૮-૪૭૨, આવચૂ.૧.પૃ.૪૦૫, આચાનિ.૩૩૨. ૨. આવચૂ. ૧.પૃ. ૨૩૫, આવહ.પૃ.૩૦૪. ૧. રાઈ (રાત્રિ) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પ્રથમ વર્ગનું બીજું અધ્યયન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy