SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અને ઉપરના ભાગે બાર યોજન છે. તે ત્રણ બિંદુઓએ કંઈક વધારે છે. શિખરનો આકા૨ ગાયના પૂંછડા જેવો છે. આખું શિખર વૈડૂર્ય રત્નોનું બનેલું છે. શિખરના અગ્ર ભાગે સિદ્ધાયતન છે. ૧. જમ્મૂ.૧૦૬,આવચૂ.૧.પૃ.૧૪૪. ૨. જમ્મૂ.૧૦૬, સમ,૪૦. ૧. મંદિર જ્યાં મહાવીર પોતાના પૂર્વભવમાં અગ્નિભૂઇ(૨) બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા તે સંનિવેશ.૧ ૧. વિશેષા.૧૮૦૯, આવનિ.૪૪૩, આવચૂ.૧.પૃ.૨૨૯, કલ્પવિ.પૃ.૪૩. ૨. મંદિર જ્યાં તિત્યયર સંતિએ પ્રથમ ભિક્ષા લીધી હતી તે સ્થળ.૧ ૧. આવિન.૩૨૪. મગધ જુઓ મગહ.૧ ૧. નિશીયૂ.૩.પૃ.૫૨૩, આવહ.પૃ.૨૬૧. મગધા આ અને મગહ એક છે.૧ ૩. જમ્મૂ.૧૦૬, સ્થા.૩૦૨, ૬૪૦. ૪. જમ્મૂ.૧૦૬. ૧. આવચૂ.૨.પૃ.૨૮૦. મગર (મકર) રાહુ(૧)નું બીજું નામ.' ૧. ભગ.૪૫૩, સૂર્ય.૧૦૫. મસર (ભૃશિરસ્) અઠ્યાવીસ ણક્ષત(૧)માંનું એક. ભારદ્દાય(૨) તેનું ગોત્રનામ છે. તેનો અધિષ્ઠાતા દેવ સોમ(૫) છે.૧ ૧. સૂર્ય.૩૬, ૫૦, સ્થા.૯૦,૧૭૦,૨૨૭,૫૮૯,૬૯૪,૭૮૧, સમ.૩,૧૦, જમ્મૂ. ૧૫૫-૧૫૮. 3 F મગહ (મગધ) સોળ જનપદોમાંનું એક.૧ સાડી પચીસ આરિય (આર્ય) દેશોમાંનો એક દેશ. તેની રાજધાની રાયગિહ હતી. ભરહ(૨) ક્ષેત્રમાં તે આરિય પ્રદેશની પૂર્વ સીમા રચતો હતો.૪ શ્રમણોને તેની પેલે પાર જવાની અનુજ્ઞા ન હતી." તે મગહ દેશ તિત્શયર મહાવીર ગયા હતા. મોટા દુકાળના અન્તે આગમ ગ્રન્થોને વ્યવસ્થિત કરી બચાવી લેવા તેમની વાચના માટે શ્રમણોએ આ દેશના પાડલિપુત્ત નગરમાં એકઠા થઈ સભા કરી હતી. કુસન્થલ, ગોબરગામ અને શંદિગ્ધામ(૧)૧૧ મગહ દેશમાં આવેલાં હતા. પ્રવાહીને માપવાનાં એકમો હતાં- ચાઉબ્નાઇયા, અટ્ઠભાઇયા, સોલસભાઇયા અને ચઉસક્રિયા. અનાજને માપવાના એકમો હતાં – આઢય, અહ્વાઢય, પત્થય, અદ્ભુપત્થય, કુલવ અને અદ્ધકુલવ.૧૨ મગહના લોકો સામેની વ્યક્તિ ચેષ્ટાઓના સંકેતો દ્વારા શું કહેવા માગે છે એ વસ્તુ સમજી જવામાં નિષ્ણાત હતા એમ કહેવાય છે.૧૩ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy