SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. મંદર એક અગ્રગણ્ય વિશિષ્ટ પર્વત. તે જંબુદ્દીવના કેન્દ્રમાં આવેલો છે. તે ઉત્તરકુરુની દક્ષિણે, દેવગુરુની ઉત્તરે, અવરવિદેહની પૂર્વે અને પુત્વવિદેહની પશ્ચિમે આવેલ છે. તેની ઊંચાઈ નવ્વાણું હજાર યોજન છે અને ઊંડાઈ એક હજાર યોજના છે. જમીનની નીચે તળિયે યા પાયામાં તેની પહોળાઈ અને તેનો ઘેર અનુક્રમે ૧૦૦૯૦૧૧ અને ૩૧૯૧૦૧ યોજન છે. તે જમીનની સપાટીએ (અર્થાત જમીનની ઉપર સમથળ સપાટીએ તળેટીએ) તેની પહોળાઈ અને તેનો ઘેર ક્રમશ: ૧OOOO યોજના અને ૩૧૬૨૩ યોજન છે. મધ્યભાગે તેની પહોળાઈ અને તેનો ઘેર ક્રમશઃ ૧૦૦૦ યોજન અને ૩૧૬૨ યોજનથી કંઈક અધિક છે. તેની ટોચનું તળ ૧૦૦ યોજન પહોળું છે જ્યારે તેની ઉપર આવેલા કેન્દ્રીય શિખરનું તળ બાર યોજન પહોળું છે. ૨ આખા પર્વતનો આકાર ગાયના પૂંછડા જેવો છે. તે જમીનની સપાટીએ (તળેટીએ) પઉમવરવેઈયા કહેવાતા ઉચ્ચપ્રદેશથી અને વનથી ઘેરાયેલો છે. પર્વતની ઉપર ઉપરની બાજુએ બીજા ચાર વન આવેલાં છે. તેમનાં નામ છે ભાલવણ, છૂંદણવણ(૧), સોમણસવણ અને પંડગવણ. પર્વત ઉપર અનેક સિદ્ધાયતનો, શિખરો, તળાવો આવેલાં છે. તેની લંબરૂપ ત્રણ કોટિઓ (વિભાગો) છે. તે કોટિઓ જુદા જુદા દ્રવ્યોની બનેલી છે. તેમનું માપ ક્રમશઃ એક હજાર યોજન, ત્રેસઠ હજાર યોજન અને છત્રીસ હજાર યોજન છે. ૧૫ પહેલી કોટિ માટી, પથ્થર, હીરા અને કાંકરાની બનેલી છે. બીજી કોટિ અંક અને સ્ફટિક રત્નો, સુવર્ણ અને રજતની બનેલી છે અને ત્રીજી કોટિ રક્તવર્ણ કુંદનની બનેલી છે. તેને મંદર કહેવામાં આવે છે કારણ કે તેના અધિષ્ઠાતા દેવનું નામ મંદર છે. આ પર્વતનાં સોળ નામો છે – (૧) મંદર, (૨) મેરુ, (૩) મહોરમ(૨), (૪) સુદંસણ(૧૫), (૫) સયંપભ(૪), (૬) ગિરિરાય, (૭) રયણોચ્ચય, (૮) સિલોચ્ચય, (૯) લોગમઝ, (૧૦) લોગણાભિ, (૧૧) અચ્છ(૧), (૧૨) સૂરિઆવત્ત, (૧૩) સૂરિઆવરણ, (૧૪) ઉત્તમ, (૧૫) દિસાદિ અને (૧૬) વહેંસઅ. તેને કેટલાંક વધુ નામ પણ છે જેવાં કે – પિયદંસણ(૩), ઉત્તર(૩), ૧૯ ધરણિખીલ, ધરણિસિંગ, પટ્વનિંદ, પવ્યયરાય,૨૦ કણગગિરિ વગેરે. મંદરના પશ્ચિમ છેડાથી ગોથુભ પર્વતના પશ્ચિમ તેમજ પૂર્વ છેડાઓ સુધીનું તથા ગોયમ(૫) દ્વીપના પશ્ચિમ છેડા સુધીનું અંતર ક્રમશઃ ૯૭૦૦૦, ૯૮૦૦૦ અને ૬૯૦૦૦ યોજનનું છે. ૨ મંદર પર્વતથી ૧૧૨ ૧ યોજનાના લઘુતમ અંતરે જો ઇસ દેવો પરિભ્રમણ કરે છે. ૩ મંદર પર્વતથી સૂરમંડલોનું અત્યંત નજીકનું અને અત્યંત દૂરનું અંતર ક્રમશઃ ૪૪૮૨૦ અને ૪૫૩૩૦ યોજન છે. ૨૪ દેવેન્દ્રો નવજાત જિનોને (તિર્થંકરોને) મંદર પર્વત ઉપર લાવે છે અને સ્નાત્રવિધિ કરે છે. ૨૫ બીજા કેટલાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy