SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વરસેણ(૧) તિર્થંકરનો પુત્ર. તેના પૂર્વ ભવોમાં તે ઉસહ(૧)નો મિત્ર અને પછી ભાઈ હતો. ત્યારબાદ તે ઉસહ(૧)ના સૌથી મોટા પુત્ર ચક્રવટ્ટિ ભરહ(૧) તરીકે જન્મ ધારણ કરે છે. જે બાહુનું બીજું નામ કણગણાભ હતું.' ૧.આવયૂ.૧,પૃ.૧૩૩, આવનિ.૧૭૬, | ૨. આવયૂ.૧,પૃ.૧૫૩. | વિશેષા.૧પ૯૧. ૩. એજન.પૂ.૧૮૦. બાહુઆ (બાહુક) એક અજૈન ઋષિ.' તે ઉકાળ્યા વિનાનું કાચું પાણી વાપરતા હતા છતાં મોક્ષ પામ્યા હતા. તે અરિટ્ટણેમિના તીર્થમાં થઈ ગયા. તેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. સૂત્ર.૧.૩.૪.૨. | ૩. ઋષિ.૧૪, ઋષિ (સંગ્રહણી) ૨. સૂત્રશી.પૃ.૯૫, સૂત્રભૂ..૧૨૦. બાહુપસિણ (બાહુપ્રશ્ન) પહાવાગરણદસાનું દસમું અધ્યયન. હવે તેનું અસ્તિત્વ નથી.' ૧. સ્થા.૭૫૫. બાહુબલિ (બાહુબલિન્) સુણંદા(૨)થી થયેલો તિર્થીયર ઉસહ(૧)નો બીજા ક્રમનો (અર્થાત બીજો) પુત્ર અને સુંદરી(૧)નો જોડિયો ભાઈ. તે બલિ(૧) નામે પણ પ્રસિદ્ધ હતો. જેની રાજધાની તકખસિલા હતી તે દેશ બહલીના રાજા તરીકે તે અભિષિક્ત થયો હતો. જ્યારે તેણે તેના મોટા ભાઈ ભરહ(૧)નું ચક્રવર્તીપણું યા આધિપત્ય ન સ્વીકાર્યું ત્યારે ભારતે તેના ઉપર આક્રમણ કર્યું. બાહુબલિએ ભરતને દ્વન્દ્ર યુદ્ધ કરવા સમજાવ્યો જેથી મોટા પ્રમાણમાં યુદ્ધમાં થતી હત્યાને ટાળી શકાય, ભરત સંમત થયો. શરૂ થયેલા દષ્ટિદ્વન્દ, વાદ્ધન્ડ, મલદ્ધન્દુ અને મુષ્ટિન્દ્રમાં બાહુબલિએ ભરહને હરાવ્યો. જેવો હારેલો ભારત દંડરત્નની મદદ લેવા તૈયાર થયો કે તરત જ બાહુબલિને, પોતે પોતાના ભાઈને તેમાં પણ મહાત કરવા સમર્થ હોવા છતાં, દુન્યવી વસ્તુઓની અસારતાનો વિચાર આવતાં પોતાનું રાજ ભરહને આપી દઈને તેમણે સંસારનો ત્યાગ કરી શ્રમણત્વ ધારણ કર્યું. કાયોત્સર્ગ મુદ્રામાં તે ધ્યાનમાં મગ્ન થયા. આ જ દશામાં આખું એક વર્ષ રહ્યા. તેમના પગ ઉપર કીડીઓનો રાફડો થઈ ગયો. છતાં તેમને કેવળજ્ઞાન ન થયું. તેમની બે બહેનો ગંભી(૧) અને સુંદરીએ તેમને માનના કષાયને પોષવા સામે ચેતવ્યા.“તિર્થીયર સિહની હાજરીમાં પોતાના નાના ભાઈઓને વંદન ન કરવાની ભૂલ જે ક્ષણે સમજાઈ તે જ ક્ષણે તેમને કેવળજ્ઞાન થયું. જ્યારે બાહુબલિએ સંસારનો ત્યાગ કર્યો ત્યારે જ ભરતે સોમપ્પભ(૧)ની ઉપસ્થિતિમાં બાહુબલિના પુત્રને તખસિલાના રાજા તરીકે મુકુટ પહેરાવ્યો.૧૦ બાહુબલિની ઊંચાઈ પાંચ સો ધનુષ હતી. તેમનું આયુષ ચોરાસી લાખ પૂર્વ વર્ષોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy