SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચલણી(૧)ની પુત્રી.' રાજકુમાર ધટ્ટજુણ તેનો ભાઈ હતો. તે તેના પૂર્વભવમાં સુકુમાલિયા(૧) હતી. પોતાના પૂર્વભવના નિદાન(તીવ્ર ઈચ્છા)ના કારણે તેણે સ્વયંવરમાં હત્થિણાઉરના રાજા પંડુના પાંચ પુત્રો જુહિઢિલ્લ, ભીમસેણ(૧), અજુણ(૨), ણઉલ અને સહદેવને પોતાના પતિ તરીકે પસંદ કર્યા અને તેમની સાથે પરણી. ધાયઈસંડ (૧) દ્વીપમાં આવેલા અમરકંકા(૧) નગરના રાજા પઉમણાભ(૩)એ તેનું અપહરણ કર્યું. વાસુદેવ(૨) કહ(૧)એ તેને મુક્ત થવામાં મદદ કરી. તેણે પંદુસણ નામના પુત્રને જન્મ આપ્યો. તેના પતિઓની જેમ તે સંસારનો ત્યાગ કરી શ્રમણી સુવ્રયા(૧)ની શિષ્યા બની. મૃત્યુ પછી બંભલો નામના સ્વર્ગીય ક્ષેત્રમાં તેનો દેવ તરીકે જન્મ થયો. એક વધુ ભવ કરી તે મહાવિદેહમાં મોક્ષ પામશે. પોતાના ણાગસિરી(૨) તરીકેના પૂર્વભવમાં દોવઈએ સાધુ ધમ્મરુઇ(૪)ને કડવા તુંબડાનું બનાવેલું શાક ભિક્ષામાં આપ્યું જેનાથી તેમનું મૃત્યુ થયું. પોતાના સુકુમાલિયા(૧) તરીકેના પૂર્વભવમાં દોવઈએ પાંચ પતિઓ સાથે ભોગ ભોગવવાની તીવ્ર ઇચ્છા કરી હતી. તેના કારણે પંડુ રાજાના પાંચ પુત્રો તેને પાંચ પતિઓ તરીકે મળ્યા.૯ ૧. જ્ઞાતા.૧૧૬, પ્રશ્નઅ.પૃ.૮૭. ૨. જ્ઞાતા. ૧૧૬ ૩. જ્ઞાતા.૧૦૯. ૪. જ્ઞાતા.૧૨૦ ૫. જ્ઞાતા.૧૨૩-૧૨૪. ૬. જ્ઞાતા.૧૨૭-૧૨૮. ૭. જ્ઞાતા.૧૨૮-૧૩૧. ૮. જ્ઞાતા.૧૦૬-૧૦૮. ૯. જ્ઞાતા.૧૧૦-૧૫, ભગઅ.પૃ.૫૧. દોસાઉરિયા (દોષપૂરિકા) અઢાર પ્રકારની ગંભી(૨) લિપિઓમાંની એક ૧. સમ.૧૮, પ્રજ્ઞા ૩૭. દોસાપુરિયા (દોષપૂરિકા) જુઓ દોસાઉરિયા.' ૧. પ્રજ્ઞા.૩૭. ૧. દોસિણાભા (જયોગ્નાભા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના આઠમા વર્ગનું બીજું અધ્યયન. ૧. જ્ઞાતા.૧૫૬. ૨. દોસિણાભા મહુરા(૧)ના શેઠની પુત્રી. તે શ્રમણી બની હતી. મૃત્યુ પછી તે ચંદ(૧)ની મુખ્ય પત્ની તરીકે જન્મી હતી. સૂર(૧)ની મુખ્ય પત્નીનું નામ પણ આ જ ૧. જ્ઞાતા.૧૫૬ , સ્થા.૨૭૩, ભગ.૪૦૬, જબૂ.૧૭૦, સૂર્ય,૯૭, ૧૦૬. ૨. સ્થા. ૨૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy