SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. દેવી વિયાહપણત્તિના દસમા શતકનો પાંચમો ઉદ્દેશક.' ૧. ભગ.૩૯૪. દેવોદ દેવદીવને બધી બાજુથી ઘેરી વળેલો સમુદ્ર. તે ખુદ બધી બાજુથી નાગદીવ દ્વિીપથી ઘેરાયેલો છે. તેના અધિષ્ઠાતા દેવો દેવવર અને દેવમહાવર છે. ૧. સૂર્ય ૧૦૩, જીવા.૧૬૭. ૨. જીવા.૧૮૫. દેવોદગ (દવોદક) જુઓ દેવોદ." ૧. જીવા.૧૬૭. દેવોવવાયાઅ (દવોપપાત[ક]) ભરત(૨) ક્ષેત્રના તેવીસમા ભાવી તિર્થંકર અને અમૂડ(૨)નો ભાવી જન્મ.' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૪. દોકિરિય(દ્વિક્રિય) શિણહવ ગંગનો સિદ્ધાન્ત. આ સિદ્ધાન્ત મુજબ બે ક્રિયાઓ (દોકિરિયા-દ્વિક્રિયા) યુગપ૬ થાય છે. આ સિદ્ધાન્ત વીરનિર્વાણ સંવત ૨૨૮માં ઉલ્લુગતરમાં ગંગે સ્થાપ્યો -પ્રવર્તાવ્યો. ૧. આવનિ.૭૭૯, ૭૮૧, ઉત્તરાનિ.પૃ.૧૬૫, ઔપ.૪૧, ઔપ.પૂ.૧૦૬. ૨. આંવભા.૧૩૩, નિશીભા. ૫૬૧૫. દગિદ્ધિદસા (દ્વિગૃદ્ધિદશા) દસ દશા ગ્રન્થોમાંનો એક. તે અત્યારે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે તેમાં નીચે જણાવેલાં દસ અધ્યયનો હતાં– (૧) વાય, (૨), વિવાય, (૩) ઉવવાય, (૪) સુખિત્તકસિણ, (૫) બાયાલિસસુમિણ, (૬) તીસમહાસુમિણ, (૭) બાવન્તરિસવસુમિણ, (૮) હાર, (૯) રામ અને (૧૦) ગુત્ત.' ૧. સ્થા. ૭પપ. દોગેહિદસા (દ્વિગૃદ્ધિદશા) જુઓ દોચિદ્ધિદસા. ૧. સ્થા. ૭૫૫. દોણ (દ્રોણ) જેને દોવઈના સ્વયંવરમાં આવવા માટે નિમત્રણ મોકલવામાં આવ્યું હતું તે હત્થિણાપુરનો રહેવાસી. ૧. જ્ઞાતા.૧૧૭. દોબ આ અને ડોબ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૭. દોવઈ (દૌપદી) પંચાલ દેશના કંપિલ્લપુર નગરના રાજા દુવય અને તેમની રાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy