SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૦૯ છે કે આ ગ્રંથનો સ્વાધ્યાય, પાઠ કે વાચન વિયાલ (વિકાલ) સમયે અર્થાત્ સંધ્યાસમયે કરી શકાય છે." અથવા, પોતાના શ્રમણ પુત્ર મણગના કલ્યાણ માટે આચાર્ય સેજ્જૈભવે (જુદા જુદા પુ ગ્રન્થોમાંથી) જે વસ્તુઓ સારરૂપે ગ્રહણ કરેલી તેમને વ્યવસ્થિતપણે ગોઠવી સંકલિત કરી વિયાલ સમયે.૭ દસવેયાલિય દસ અધ્યયયનોમાં વિભક્ત છે. તે દસમાંથી પાંચમું અધ્યયન બે ઉદ્દેશોમાં અને નવમું અધ્યયન ચાર ઉદ્દેશોમાં વિભક્ત છે. ચોથા અને નવમા અધ્યયનો સિવાય બાકીનાં બધાં અધ્યયનો સંપૂર્ણપણે ગાથાબદ્ધ છે. ચોથું અધ્યયન સંખ્યાબંધ ગદ્યકંડિકાઓથી શરૂ થાય છે જ્યારે નવમા અધ્યયનમાં કેટલાક ગદ્યભાગો છે પરંતુ તે ગદ્યભાગોમાં પણ વચ્ચે વચ્ચે ગાથાઓ આવે છે. બધાં અધ્યયનોનાં શીર્ષકો સૂચક છે. દસવૈયાલિય ગ્રન્થ શ્રમણાચારનું નિરૂપણ કરે છે. અધ્યયનોનાં શીર્ષકો નીચે પ્રમાણે છે – (૧) દુમપુષ્ક્રિયા-દ્રુમના પુષ્પનું દૃષ્ટાન્ત(૨) સામણપુર્વીય - શ્રામણ્યથી શરૂ થતું અધ્યયન, (૩) ખુડિયાયારકહા – આચારનું સંક્ષિપ્ત વિવરણ, (૪) છજ્જવણિય અથવા ધમ્મપણત્તિ – જીવોના છ વર્ગોનું અથવા ધર્મનું વિવરણ, (૫) પિંડેસણા – ભિક્ષાસંબંધી વિધિવિધાન, (૬) ધમ્મત્વકામ અથવા મહાયારકહા મોક્ષ માટેની કામના અથવા શ્રમણાચારનું વિસ્તૃત વિવરણ, (૭) વક્કસુદ્ધિ – વચનશુદ્ધિ, (૮) આયારપ્પણિહિ — આચારનો ઉત્કૃષ્ટ ખજાનો, (૯) વિણયસમાહિ – વિનય યા શિસ્ત માટેની નિષ્ઠા અને (૧૦) સભિક્ષુ—સાચો ભિક્ષુ યા સંત. આ દસ અધ્યયનોના અન્ને બે ચૂલા (પરિશિષ્ટ) જોડવામાં આવી છે. – w ૧૦ દસવેયાલિયનું અધ્યયન આવસ્સગ પછી અને ઉત્તરજ્ઞયણ પહેલાં કરવું જોઈએ. દસવેયાલિયની કેટલીક ગાથાઓ ઉત્તરજ્ઞયણની ગાથાઓ સાથે શબ્દશઃ મળતી આવે છે. તેવી જ રીતે, દસવેયાલિયમાં આવતી કેટલીક ગદ્યકંડિકાઓ આયારની ગદ્યકંડિકાઓ સાથે મહદંશે શબ્દશઃ મળતી આવે છે.૧ તિત્વોગાલી ભાખે છે કે દસવેયાલિય ગ્રન્થનો વિચ્છેદ (નાશ) વીરનિર્વાણસંવત ૨૦૯૦૦માં (=ઇ.સ. ૨૦૩૭૩માં) થશે અને તેના અર્થનો વિચ્છેદ વિરનિર્વાણસંવત ૨૧૦૦૦માં થશે. ૧૨ ૧. નન્દિ.૪૪, પાક્ષિ.પૃ.૪૩, સ્થાઅ. પૃ. ૫૨. ૨.દર્શન.પૃ.૭, ૯, ૧૨. ૩. દર્શન.પૃ.૭. ૪. દર્શન. અને દશહ. પૃ.૨, ૯.૧૨. પ. દશચૂ.પૃ.૫,૭. ૬. .દર્શન.પૃ.૧૨. ૭. દશચૂ.પૃ.૭, દશહ.પૃ.૧૨, દર્શન. પૃ.૯,૧૦,૧૨, મનિ.પૃ.૧૧૬, Jain Education International - કલ્પવિ.પૃ.૨૫૧. ૮. દશન.પૃ.૧૧-૧૫, દશરૂ.પૃ.૮. ૯. નિશીયૂ.૪.પૃ.૨૫૨,વ્યવભા. ૩.૧૭૬. ૧૦. તુલનાઃ દશ.ની અધ્યયન ૨, ગાથા ૭-૧૧ અને ઉત્તરા.ની અધ્યયન ૨૨, ગાથા ૪૨-૪૪, ૪૬, ૪૯. ૧૧. તુલનાઃ દશ.નું અ. ૪ અને આચા.૨.૧૫. ૧૨. તીર્થો. ૮૨૭, ૮૪૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy