SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૫ અંતરંજી (અત્તરજી) આ અને અંતરંજિયા એક જ છે.' ૧. સ્થા.૫૮૭, નિશીભા.૫૬૦૨, આવભા. ૧૩૬,આવનિ.૭૮૨, વિશેષા.૨૮૦૩. ૧. અંતરદીવ (અન્તરદ્વીપ) વચ્ચે આવેલા દીપો. તેમની સંખ્યા છપ્પન છે. જંબૂદીવની ચારે બાજુઓની દરેક બાજુ બે બે દીપ અન્તરદિશાઓમાં આવેલા છે. તે બે બે દ્વીપો જંબુદીવથી ૩00 યોજન દૂર અને જ્યાં ચલહિમવંત અને સિહરિ પર્વતો સમુદ્રકિનારાને જંબૂદીવની બન્ને બાજુએ મળે છે ત્યાં આવેલાં છે. આ બે બે દ્વિીપોમાંના દરેક દ્વીપ પછી એક પછી બીજા છ દ્વીપો આવેલા છે અને આગળ આગળના દ્વીપથી પછી પછીનો દીપ ૧OO યોજના અંતરે આવેલો છે. આમ દરેક પર્વતના બન્ને બાજુએ સમુદ્રકિનારાને સ્પર્શતા છેડે ચૌદ ચૌદ દ્વીપો છે અને પરિણામે દ્વીપોની કુલ સંખ્યા છપ્પન થાય છે. મંદર(૩) પર્વતની ઉત્તરે આવેલા અઠ્ઠાવીસ દ્વીપોનાં નામો અને તે જ પર્વતની દક્ષિણે આવેલા બીજા અઠ્ઠાવીસ દ્વીપોનાં નામો એકસરખાં છે. આ અઠ્ઠાવીસ દ્વીપો તેમના વ્યાસના માપ મુજબ સાત વર્ગોમાં વહેંચાયા છે. - [૧] એગૂર્ય, આભાસિય, વેસાણિય, સંગોલિય, રિ હયકષ્ણ, ગયાંકણ, ગોકર્ણ, સંકુલિકર્ણી, [૩] આર્યસમુહ, મેંઢમુહ, અયોમુહ, ગોમુહ(૨), [૪] આસમુહ, હત્યિમુહ, સીહમુહ, વમુહ, [૫] આસકણ, હત્યિકષ્ણ, અકણ, કષ્ણપાઉરણ, [૬] ઉક્કામુક, મેહમુહ(૧), વિજુમુહ, વિજુદંત, [] ઘણદંત, લઠદંત(૪) ગૂઢદંત(૪), સુદ્ધદંત(૨).' પ્રથમ વર્ગના લીપોનો વ્યાસ ૩00 યોજન છે જયારે પછી પછીના વર્ગોના દ્વીપોનો વ્યાસ ક્રમશ: સો સો યોજન વધતો જાય છે. આમ છેલ્લા વર્ગના દ્વીપોનો વ્યાસ ૯00 યોજન થાય છે. આ દીપોનાં સ્ત્રી-પુરુષો, વૃક્ષપ્રકારો, વણસંડો અને વેદિકાઓનું વિસ્તારપૂર્વક વર્ણન જીવાભિગમમાં છે. ટૂંકમાં, તે દ્વીપોમાં રહેનારાઓ વિશિષ્ટ આકાર ધરાવે છે અને જાણે કે સ્વર્ગલોકમાં હોય તે રીતે જીવે છે." ૧. ઉત્તરા.૩૬ ૧૯૪, ઉત્તરાશા. પૃ. 1 ૪. એજન. ૭૦૦, આચાર્. પૃ. ૫૬. 1 ૫. ભગ.૩૬૪, જીવા. ૧૦૮-૧૧૨, ૨. પ્રજ્ઞા. ૪૫, નહિ , પૃ. ૩૩. ! સ્થા. ૬૩૦, સ્થાઅ. પૃ. ૪૩૪. ૩. સ્થા. ૩૦૪, જીવા. ૧૦૮-૧૧૨, ૬, જીવા. ૧૦૮-૧૧૨. ભગ. ૩૬૪, જીવામ. પૃ. ૧૪૪. ૨. અંતરદીવ વિવાહપણત્તિના નવમા શતકના ત્રીજા ઉદ્દેશકનું ત્રીસમું અધ્યયન.' ૧. ભગ. ૩૬૨. અંતરદીવગ (અત્તરદ્વીપક) આ અને અંતરદીવ(૧) અથવા તેના રહેવાસી એક જ છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy