SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણારયપુત્ત (નારદપુત્ર) તિત્શયર મહાવીરનો શિષ્ય.૧ ૧. ભગ.૨૨૧, ૧. ણારાયણ (નારાયણ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા આઠમા વાસુદેવ(૧). તે અને લક્ષ્મણ એક વ્યક્તિ છે. તે તિત્શયર મુણિસુવ્વય(૧) પછી અને મિ(૧) પહેલાં થયા. તે અઓઝાના રાજા દસરહ(૧) અને તેની રાણી કેગમઈના પુત્ર હતા. તે બલદેવ(૨) ૫ઉમ(૬)ના અર્થાત્ રામ(૪)ના નાના ભાઈ હતા. તેમણે પોતાના ચક્ર વડે રાવણને હણ્યો હતો. તેમની ઊંચાઈ સોળ ધનુષ હતી. તે કાસવ ગોત્રના હતા. તેમનું પૂર્વભવનું નામ પુણવ્વસુ(૩) હતું. તે બાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા અને ચોથી નરકભૂમિમાં તેમણે જન્મ લીધો. ૧. સમ.૧૫૮, તીર્થો.૫૬૬, ૫૭૭, ૬૦૨-૬૧૫, વિશેષા.૧૭૬૫, આવિન.૪૨૧, વિશેષા.૧૭૭૮, આનિ.૪૦૩-૪૧૩, ઉત્તરાક.પૃ.૪૩, આવભા.૪૦-૪૩, ઉત્તરાક.પૃ.૪૮, સ્થા.૬૭૨. આવનિ.(૪૦૮) અનુસાર ણારાયણનો જન્મ રાયગિહમાં થયો હતો. ૨. ણારાયણ એક અજૈન ઋષિ જે મોક્ષ પામ્યા.૧ ૧. સૂત્ર.૧.૩.૪.૨, સૂત્રચૂ.પૃ.૧૨૦, સૂત્રશી.પૃ.૯૫. ણારાયણકટ્ટ (નારાયણકોષ્ઠ) મહુરા(૧) નગરની બહાર આવેલું સ્થળ.૧ ૧. આચાચૂ.પૃ.૧૬૩. ણારિકતા (નારિકાન્તા) જુઓ ણારીકતા.૧ ૧. જમ્મૂ.૧૧૦, સ્થા.૬૮૯, સમ.૧૪. ણારી (નારી) આ અને ણારીકંતા એક છે.૧ ૩૬૧ ૧. જમ્મૂ.૧૧૦. ૧. ણારીકંતા (નારીકાન્તા) ણીલવંત પર્વતનાં નવ શિખરોમાંનું એક.૧ ૧. જમ્મૂ.૧૧૦, સ્થા.૬૮૯. ૨. ણારીકંતા ણીલવંત(૧) પર્વત ઉપર આવેલા કેસર(૨) સરોવરમાંથી નીકળી પશ્ચિમ તરફ રમ્મગ(૫) પ્રદેશમાં વહેતી નદી.૧ ૧. સ્થા.૮૮, ૫૫૨, જમ્મૂ.૧૧૦, સમ.૧૪, ણાલંદઇજ્જ (નાલન્દીય) સૂયગડનું તેવીસમું અધ્યયન.૧ ૧. સમ.૨૩, ભા.૩૧૮, સ્થાઅ.પૃ.૪૫૭. ણાલંદા (નાલન્દા) રાયગિહ નગરનું ઉપનગર. ગોસાલની મહાવીર સાથે પ્રથમ મુલાકાત અહીં થઈ હતી. તેની એકતા રાજગિરની ઉત્તર-પશ્ચિમે સાત માઈલના અંતરે આવેલા વર્તમાન બરગાંવ(નાલન્દા) સાથે સ્થાપવામાં આવી છે. જુઓ 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy