SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણંદગોવ (નન્દગોપ) દસ લાખ ગાયોનો માલિક ગોવાળ." ૧. બૃભા.૭૭, વ્યવભા.૩.૧૭૮. ણંદજૂઝય (નન્દધ્વજ) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષનું છે. તે ગંદકંત સમાન છે." ૧. સમ.૧૫. ૧. સંદણ (નન્દન) વર્તમાન ઓસપ્પિણીના સાતમા બલદેવ(૨) અને વાસુદેવ(૧) દત્ત(૨)ના ભાઈ. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી જયંતી(૪)ના પુત્ર હતા. તેમના પૂર્વભવનું નામ ધમ્મસણ(૧) હતું. તે ૨૬ ધનુષ ઊંચા હતા. તે ૬૫ હજાર વર્ષ જીવ્યા અને મોક્ષ પામ્યા. તિલોયપષ્ણત્તિ અનુસાર સાતમા બલદેવ નિિમત્ર હતા અને તેમની ઊંચાઈ ૨૨ ધનુષ હતી. ૧. સમ.૧૫૮, સ્થા.૬૭૨, આવનિ.૪૦૩-૪૧૪, વિશેષા.૧૭૬૬, આવભા.૪૧, તીર્થો. પ૭૭, ૫૮૦, ૬૦૨-૧૬, ઉત્તરાક.પૃ.૩૪૯. ૨. ૪.૫૧૭, ૧૪૧૮. ૨. ગંદણ ભરત(૨) ક્ષેત્રના સાતમા ભાવી બલદેવ(૨).' ૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૪. ૩. ણંદણ કોસલાઉરના શેઠ. તેમને સિરિમતી(૧) નામની પુત્રી હતી. તેમની એકતા ણંદ(૨) સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવપૂ.૧.પૃ.૫૨૭. ૪. ણંદણ સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્દ(૧)ના પુત્ર મિયાપુર(૩)નો મહેલ. ૧. ઉત્તરા.૧૯.૩, ઉત્તરાનિ.પૃ.૪૫૨. ૫. સંદણ રાજા સણિયનો પૌત્ર અને મહાસણાકણહનો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો.' ૧. નિર.૨.૧૦. ૬. સંદણ છત્તજ્ઞા નગરના રાજા જિયસતુ(૩૪) અને તેમની રાણી ભદ્દા(૩)નો પુત્ર. તે મહાવીરનો પૂર્વભવ હતો. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ પુષ્ટ્રિલ(૨)નો શિષ્ય બન્યો અને તીર્થકરનામકર્મ બાંધ્યું.' ૧. આવચૂ.૧,પૃ.૨૩૫, આવનિ.૪૫૦-પ૨, સમ.૧૫૭, કલ્પધ.પૃ.૩૮, કલ્પવિ. પૃ. ૪૪, સમઅ.પૃ.૧૦૬. ૭. સંદણ ઈન્દ્ર ધરણ(૧)ના સાત સેનાપતિઓમાંનો એક. તે નૃત્યકારોના જૂથનો નાયક છે.' ૧. સ્થા.૫૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy