________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૮૯
૫. કવિલ આચાર્ય સુટ્ટિય(૧)નો શિષ્ય. જેમના મકાનમાં તે રોકાયો હતો તે મકાનમાલિકની પુત્રી ઉપર તેણે બળાત્કાર કર્યો હતો. તેના આ પાપકૃત્યથી ક્રોધે ભરાયેલા મકાનમાલિકે કુહાડીથી તેનું લિંગ કાપી નાખ્યું હતું. `
૧. નિશીયૂ.૩.પૃ.૨૪૩-૨૪૪, બૃભા. ૫૧૫૪. ૬. કવિલ પાડલિપુત્તના કપ્પકના પિતા.૧
૧. આવચૂ.૨.પૃ.૧૮૧.
૭. કવિલ (કાપિલ) પરિવ્રાજકોનો એક વર્ગ. ૧. ઔપ.૩૮, ઔપઅ.પૃ.૯૨.
કવિલબ ુઅ (કપિલટુક) રાયગિહના બ્રાહ્મણનો શિષ્ય. તે પોતાના પૂર્વભવમાં સિંહ હતો અને તિવિદ્યુ(૧)એ તેને મારી નાખ્યો હતો. આ તિવિક મહાવીરનો પૂર્વભવ હતો. (પોતાના પૂર્વભવના ભયના કારણે) કવિલબડુઅને મહાવીરનો ભય લાગતો હતો. તેથી મહાવીરના પ્રથમ ગણધર ગોયમ(૧)એ તેનો સ્વીકાર પોતાના શિષ્ય તરીકે કર્યો હતો.૧
૧. વ્યવભા.૬.૧૯૨.
કવિલા (કપિલા) રાજા સેણિઅ(૧)ની આજ્ઞા છતાં મુનિને હૃદયપૂર્વક ભિક્ષા આપવા તૈયાર ન થનારી બ્રાહ્મણ દાસી.
૧. આવચૂ.૨.પૃ.૧૬૯, નિશીયૂ.૧.પૃ.૧૦, વિશેષાકો.પૃ.૨ ૨૯૨.
કવ્વરઅ (કર્બરક) આ અને કબ્બડગ એક છે.
૧. સૂર્ય.૧૦૭. કસાય(કષાય) પણવણાનું ચૌદમું પદ(પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા. ગાથા.પ.
૧
કાઈદી (કાકન્દી) જુઓ કાગંદી.
૧. સંસ્તા.૭૬-૭૭.
કાસ (કાય) આ અને કાય(૧) એક છે ૧
૧. સ્થાઅ.પૃ.૭૯.
કાંતિમતી (કાન્તિમતી) કોસલાઉરના વેપારી નંદ(૨)ની દીકરી. તેને સાગેયના અસોગદત્તના પુત્ર સાગરદત્ત(૩) સાથે પરણાવવામાં આવી હતી. સિરિમતી(૧) તેની મોટી બહેન હતી.
૧. આયૂ.૧.પૃ.૫૨૭.
કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) આવસ્સયનું પાંચમું અધ્યયન.`
૧. આચૂ.૧.પૃ.૩., આવનિ(દીપિકા)૨.પૃ.૧૮૩, નન્દિય.પૃ.૨૦૪, અનુ.૫૯, આવિન.૧૪૧૩, ૧૫૪૮,આવચૂ.૨.પૃ.૨૪૫, પક્ષિય.પૃ.૪૧.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org