SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ વિચારી. તેણે જાહેર કર્યું કે તે લોકોમાં ત્રણ કરોડ ગીની વહેંચશે. ઘણા લોકો દાન લેવા એકઠા થયા. અભયે તેમને કહ્યું કે જે ત્રણ ચીજોને – અગ્નિને, અળગણ પાણીને અને સ્ત્રીને –ત્યજી દેવા તૈયાર થશે તેને જ તે દાન આપશે. કોઈપણ વ્યક્તિ તેને માટે તૈયાર થઈ નહિ. ત્યારે અભયે લોકોને ત્યાગનો ખરો મર્મ સમજાવ્યો અને કહ્યું કે કારઅ દ્વારા એ ત્રણે વસ્તુનો ત્યાગ કરાયો છે માટે તે આદર-સન્માનને પાત્ર છે. ૧. સ્થાય. પૃ.૪૭૪. ૨. દશચૂ.પૃ.૮૩-૮૪. કડઅ (કટક) વાણારસીનો રાજા. તેણે પોતાની પુત્રી ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ને પરણાવી હતી.૧ ૧. ઉત્તરાનિ.પૃ.૩૭૭, ઉત્તરાક.પૃ.૨૫૪, ૨૫૬. કડપૂઅણા અથવા કડપૂયણા (કટપૂતના) સાલિસીસ ગામમાં તિત્ફયર મહાવીરને રંજાડનાર વંતર દેવી. તે તેના પૂર્વભવમાં તિવિદ્ય(૧)ની રાણી હતી. ૧. આચ.૧.પૃ.૨૯૨-૨૯૩, વિશેષા.૧૯૪૪, આનિ.૪૮૭, આવહ. પૃ.૨૦૯, ૨૨૭, ૨૮૪. કણ અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ.૧૭૦, સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ. ૫૩૪-૫૩૫, સૂર્યમ. ૨૯૫-૨૯૬, સ્થાઅ. ૭૮-૭૯. કણઅ (કનક) આ અને કણગ (૧) એક છે. ૧. સૂર્ય ૧૦૭, સ્થાઅ.પૃ.૭૮. કણક (કનક) આ વર્ગના પાંચ ગ્રહો છે – કણ, કણઅ, કણકણઅ, કવિતાણઅ અને કણગસંતાણ.૧ ૧. સૂર્ય ૧૦૭.' કણકણઅ (કણકનક) આ અને કણકણગ એક છે. ૧. સૂર્ય.૧૦૭, સ્થાઅ.પૃ.૭૮. કણકણગ (કણકનક) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ. ૧૭૦, સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬. ૧. કણગ (કનક) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ.૧૭૦, સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬. ૨. કણગ ઘયવર દ્વીપનો અધિષ્ઠાતા દેવ.૧ ૧. જીવા. ૧૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy