SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૬૯ અકળાયો અને તેને માઠું લાગ્યું. ત્યાંથી તે અમરકંકા(૧) ગયો, પઉમણાભ(૩) રાજાને મળ્યો અને તેની આગળ દોવઈના રૂપની ભરપૂર પ્રશંસા કરી. પરિણામે પઉમણાભે દોવઈનું અપહરણ કર્યું. કચ્છલ્લણારય પછી કણ્ડ(૧) પાસે ગયો અને અપહરણની કર્ણીને વાત કરી. આવી કેટલીય ઘટનાઓ કચ્છલ્લણારય સાથે જોડાયેલી છે. ૨. ૩ ૧. આવચૂ.૨.પૃ.૧૯૪, આનિ.૧૨૯૦, ૩. દશચૂ.પૃ.૧૦૬, દશહ.પૃ.૧૧૦, ઔ૫. ૩૮. વિશેષાકો. પૃ.૪૧૨, આવચૂ.૧. ૨. જ્ઞાતા. ૧૨૨-૧૨૪, કલ્પવિ.પૃ.૩૯. પૃ.૧૨૧, નન્દિય.પૃ.૫૫. કજ્જલપ્પભા (કજ્જલપ્રભા) જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપશ્ચિમે આવેલી પુષ્કરિણી. ૧. જમ્મૂ.૯૦. ૧ 1 કજ્જસેણ (કાર્યસેન) ભરહ(૨) ક્ષેત્રમાં અતીત અવર્પિણી કાલચક્રમાં થયેલા દસ કુલગરમાંના એક. તેમનું બીજું નામ તક્કસેણ છે અને તેમને અતીત ઉત્સર્પિણી કાલચક્રના તરીકે પણ ઉલ્લેખવામાં આવેલ છે. ૧. સમ.૧૫૭. ૨. સ્થા.૭૬૭. કજ્જોયઅ (કાર્યોપગ) આ અને કોવઅ એક છે. ૧. સ્થાઅ.પૃ.૭૮. કવઅ (કાર્યોપગ) અઠ્યાસી ગહમાંનો એક.૧ ૧. જમ્મૂ.૧૭૦,સૂર્ય.૧૦૭,સ્થા.૯૦,જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. કોવગ (કાર્યોપગ) આ અને કજ્જોવઅ એક છે. ૧. સ્થા. ૯૦. કટ્ટ (કાષ્ઠ) એક વેપારી જેની પત્ની વજ્જા(૧) બ્રાહ્મણ દેવસમ્મ(૨)ના પ્રેમમાં પડી હતી. પત્નીની બેવફાઈથી દુ:ખી થયેલા તેણે સંસાર ત્યાગી શ્રમણત્વ સ્વીકાર્યું. ૧ ૧. આચૂ.૧.પૃ.૫૫૮, આવહ.પૃ. ૪૨૮. કટ્ટપાઉયાર (કાષ્ઠપાદુકાકાર) એક આરિય (આર્ય) ઉદ્યોગમંડળ જે લાકડાની ચાખડીઓ બનાવતું. ૧. પ્રજ્ઞા. ૩૭. કટ્ઠહારઅ (કાષ્ઠહારક) એક કઠિયારો જે સંસારનો ત્યાગ કરી સુહમ્મ(૧)નો શિષ્ય બન્યો હતો. લોકો તેની મશ્કરી કરતા અને કહેતા કે તે તો પોતાનું પેટ ભરી શકતો ન હતો એટલે મુનિ બન્યો છે. રાજકુમાર અભયને આ વાતની ખબર પડી. એટલે લોકોને આવા બેહૂદા શબ્દો બોલતાં અને આક્ષેપો કરતાં રોકવા માટે તેણે એક યુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy