________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૮૫ અસોગડિસઅ (અશોકાવાંસક) સોહમ્મ(૧)ની પૂર્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.
૧. પ્રશા.પર, ભગ.૪૦૭. અસોગવšસઅ (અશોકાવાંસક) જુઓ અસોગવડિસઅ.'
૧. ભગ.૪૦૭. અસોગવણ(અશોકવન)(૧) અશોક વૃક્ષોથી ભરપૂર વન. તે જમિગા(૧)ની પૂર્વમાં આવેલું છે. (૨) આ નામનું વન સુસમારપુરની પાસે પણ હતું.
૧. અનુ.૧૩૧, અનુ.પૃ.૧૪૩. ૨.જબૂ. ૮૮. ૩. ભગ.૧૪૪ ૧. અસોગવણિયા(અશોકવનિકા) મિહિલાનું ઉદ્યાન. પોતાના ઉપર મોહ પામીને પોતાને પરણવા માટે એકબીજાની સ્પર્ધા કરતા રાજકુમારોને સમ્યફ માર્ગ શિખવવા માટે રાજકુમારી મલ્લિ(૧)એ તેમાં મોહણઘરનું નિર્માણ કરાવ્યું હતું.'
૧. જમ્બુ ૧૦ર. ૨. અસોગવણિયા રાયગિહનું ઉદ્યાન. રાણી ચેલ્લણાએ પોતાના નવજાત પુત્ર Fણિઅને આ ઉદ્યાનમાં ત્યજી દીધો હતો.'
૧. નિર.૧.૧. અસોગસિરિ(અશોકગ્રી) અસોગ(૧)થી અભિન્ન છે.'
૧. વિશેષા.૮૬૫, બુભા.૩૨૭૬. ૧. અસોગા(અશોકા) મહાવિદેહમાં આવેલા ણલિણ(૪) પ્રદેશની રાજધાની. કુમુદ(૧) પ્રદેશની રાજધાની તરીકે પણ અસોગાનો ઉલ્લેખ થયો છે. ૨ જુઓ લિણ(૪).
૧. સ્થા.૬૩૭, જબૂ.૧૦૨ ૨. સ્થાઅ.પૃ.૪૩૮. . ૨. અસોગા ધાયઈસંડના પૂર્વાર્ધ તેમજ પશ્ચિમાર્ધમાં ણલિણ પ્રદેશની રાજધાની.'
૧. સ્થા.૯૨. ૩. અસોગા ધરણ(૧)ના લોગપાલ કાલવાલ(૧)ની મુખ્ય પત્ની."
૧. ભગ.૪૦૬, સ્થા.૨૭૩. અસોચ્ચા (અશ્રુત્વા) વિયાહપણત્તિના નવમા શતકનો એકત્રીસમો ઉદ્દેશક. ૧
૧. ભગ. ૩૬૨. અસોયવડિસય (અશોકાવતસંક) જુઓ અસોગવહિંસા.'
૧. ભગ.૧૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org