SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાનાવરણ કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણતા નથી પરંતુ ઘાતીકર્મોની નિર્જરાને જાણે છે. તેથી કેવળજ્ઞાન કલ્યાણકને ઊજવે છે. મન:પર્યવજ્ઞાન સંયમના કારણે ઉત્પન્ન થાય છે. તેથી વિશુદ્ધજ્ઞાન છે. અવધિજ્ઞાન જન્મગત કે ખાસ ક્ષોપશમથી ઉત્પન્ન થાય છે. પંચમકાલમાં અવધિજ્ઞાનની પ્રાપ્તિ દુષ્કર છે. કથંચિત હોય છે. મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ સંભવતી નથી. પરમાધિ સર્વવિધ : ચરમશરીરી સંયત નિથ મુનિઓને હોય છે. અવધિજ્ઞાનાવરણ : - અવધિજ્ઞાનનું આવરણયુક્ત હોવું. અવધિદર્શન : અવધિજ્ઞાનના પહેલા તે Jain Education International સામાન્ય અવલોકન, અવધિદર્શન કહે છે તેનું આવ૨ણ તે અવધિદર્શનાવરણ. અવધૂત ઃ કાળ - અનશન. અવધ્ય : જેનો વધ થઈ શકતો નથી તેવો પદાર્થ - આત્મા. અવનીતલ : પૃથ્વીતલ, માનવભૂમિ. અવ—કારણ : જે કા૨ણ અવશ્ય ફળ આપે જ. અવન્ધ્યબીજ : જે બીજ અવશ્ય ળને આપે. અવપીડક : ગુણધારક, તેજસ્વી. સિંહ જેવા અક્ષોભ ગુરુ. શિષ્ય તેમની ૨૮ જૈન સૈદ્ધાંતિક મધુરવાણી સાંભળીને દોષનું આલોચન ન કરે ત્યારે તેને જબરજસ્તીથી તેના હિત માટે તે દોષ કઢાવે છે. અવમૌદર્ય : ક્ષુધા કરતા આહારની અલ્પતા કરવી. અર્ધો આહાર લેવો તે ઉણોદરી તપ છે. તૃપ્તિ કરવાવાળો આહાર જેમકે ભાતપાપડ કે વિકાર પેદા કરે, તેવા આહારનો મન, વચન, કાયા વડે ત્યાગ કરવો. અવમૌદર્ય અતિચાર · તપ કર્યા પછી વિકલ્પ થવો કે ભૂખ લાગશે. અમુક રસયુક્ત ભોજન કર્યા વગર મારું શરીર નબળું થશે. હવે પુનઃ એવું તપ નહિ કરું. પોતે વધુ આહા૨ ક૨વો અન્યને વધુ આહાર કરાવવો, કે અનુમોદવો, ખૂબ આહાર કરીને પ્રશંસા કરવી તે આ તપના અતિચાર છે. ઉપવાસ ન થાય તેને સંયમ સ્વાધ્યાય માટે આ તપ છે. અવયવ : શરીરના હાથ-પગાદિ અંગોપાંગ. જે વસ્તુના ભાગ પડી શકે તે અવયવ. પરમાણુને અવયવ નથી. તે અવિભાજ્ય અંશ છે. અવયનીય : નિંદનીય. શબ્દથી ન કહેવાય તેવું. અવરોધ : અટકાયત, નિયમન, રોકાણ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy