SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ નામ પરથી તે લિપિ. બ્રેઈલલિપિ : અંધજનો માટેની લખવાવાંચવાની ખાસ અક્ષરપદ્ધતિ. ભ ભક્કમ : દૃઢ, મજબૂત. ભક્ત ઃ (ભગત) વળગી રહેનારું. લગની છે તેવું. ભક્તવત્સલ : ભક્તો - જેને વહાલા છે તેવા ૫૨માત્મા. ભક્તહૃદય ઃ ભક્તિ ભાવનાથી ભરેલું. (મન) ભક્તામર : શ્વે. આ. માનતુંગસૂરિની મહાન સ્તોત્ર રચના. ભક્તિયોગ : અનન્ય શરણની ભાવનાથી પ્રભુની ભક્તિ ક૨વાની પ્રક્રિયા. ભક્ષુદ્રેક: ભક્તિનો ઉછાળો. ભગવતી : એક મહાન અંગ સૂત્ર. ભગીરથ : ઘણા સાહસવાળું. ભગ્નચિત્ત : હતાશ. ભાંગી પડેલા મન વાળો. ભગ્નાવશેષ : જૂની ભાંગેલો બચેલો ભાગ. ભટ્ટારક : દિ.સં.ના લાલ વસ્ત્રધારી સાધુનો પ્રકાર. ભટ્ઠત ઃ સાધુને માટે માનવાચક શબ્દ. ભદ્ર : કલ્યાણકારી, સરળ સ્વભાવનું. શ્રીમંત, શ્રેય, મંગળ, એક પ્રકારનું ૪૧૧ ઇમારતોનો મહાલય. ભદ્રશીલ ઃ ખાનદાન આચારવાળું. Jain Education International ભવકટી ભદ્રબાહુ જૈન સંપ્રદાયના મહાન બહુશ્રુત આચાર્ય. તેમણે ઉપદ્રવ ટાળવા ઉવસગ્ગહરસ્તોત્રની રચના કરી હતી જે આજે પણ પ્રસિદ્ધ છે. કલ્પસૂત્ર તથા નિર્યુક્તિ આદિના રચયિતા. ભદ્રશાલ : મેરુ પર્વત ૫૨ આવેલું એક મોટું વન. ભદ્રાત્મા : મંગળરૂપ, પવિત્ર આત્મા જેનો છે તે. ભદ્રાસન : માંગલિક આસન. ભમલી : ચકરીનો રોગ. ભય ઃ મોહનીય કર્મની પ્રકૃતિ, ત્રાસ, બીક, ભયના સાત પ્રકાર છે. આાદિ ચાર સંજ્ઞામાંથી એક. ભરત : ભરત ચક્રવર્તી નામ પરથી ભરતક્ષેત્ર. સવિશેષ પંદર કર્મભૂમિ પૈકી એ નામની કર્મભૂમિ. કુલ પાંચ ભરત છે. ભરત ચક્રવર્તી : ભરતેશ્વર) પ્રથમ તીર્થંકર ઋષભદેવના મોટા પુત્ર, પ્રથમ ચક્રવર્તી / છ ખંડના અધિપતિ હતા તે જ ભવે અરીસા ભવનમાં વીતરાગ શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. (જે.શ્વે.સં.) ભરતવાક્ય : નાટકની રચનામાં અંતે રજૂ કરાતું આશીર્વચન. ભવકટી : વારંવા૨ના જન્મથી છુટકારો. મુક્તિ થવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy