SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમે જૈન સાહિત્ય સમારોહ એ બધાથી જરૂર પડયે તેઓ સ્વતંત્ર સિદ્ધાંત પક્ષ રચે છે અને પૂર્વસૂરિઓએ સ્થાપેલા સિદ્ધાંતને પડકારવાનું સાહસ પણ કરે છે. બાણ, મમ્મટ, રુદ્રટ જેવાં પૂર્વસૂરિઓના આકર ગ્રંથનું દોહન કરીને એમણે આ કાર્ય સ્વતંત્ર વિચારશક્તિથી પાર પાડ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. સંપ્રદાનકારક વિભક્તિની ચર્ચા : ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના રીડર ડૅ. વસંત ભદ્દે સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સંપ્રદાનકારક એથી વિભક્તિના જુદા જુદા ઉપયોગ અને પ્રયોગ વિશે ચર્ચા કરી હતી. સ્વપજ્ઞ ટીકા તત્વ પ્રકાશિકાનો આધાર લઈને એમણે સંપ્રદાનકારક ચેથી વિભક્તિના કેટલાંક રસપ્રદ ઉદાહરણ રજૂ કર્યા હતાં. એમાં હેમચંદ્રાચાર્યના કેટલાક પ્રયોગે ચિંત્ય છે. ભાષાના ક્રમિક વિકાસની દૃષ્ટિએ હસ્તપ્રતાની શુદ્ધિ-વૃદ્ધિ: ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૅ. કે. ઋષભચંદ્રએ ભાષાના ક્રમિક વિકાસને લક્ષમાં રાખી આગમ સાહિત્યની સઘળી ઉપલબ્ધ હસ્તપ્રતોનાં પાઠાંતરે અને તેની શુદ્ધિ-વૃદ્ધિ કરવી જોઈએ એમ જણાવ્યું હતું. ભગવાન મહાવીરના સમયે બોલાતી બોલી પ્રમાણે આ કાર્ય થવું જોઈએ એવું એમનું તારણ હતું. વીતરાગસ્તોત્રામાં ભક્તિનું સમાન પામું : પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડો. રમણલાલ ચી. શાહે હેમચંદ્રાચાર્ય કૃત વીતરાગસ્તોત્ર વિષે નિબંધ રજૂ કર્યો હતો. મહારાજા સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રાચાર્યે જેમ સિદ્ધહેમ શબ્દાનુશાસન રચ્યું તેમ કુમારપાળની વિનંતીથી યોગશાસ્ત્ર” અને “વીતરાગસ્તોત્રની રચના કરી હતી તેનાં આંતરબાહ્ય પ્રમાણે મળે છે. આ તેત્રમાં તીર્થ કરના સહજ અને દેવકૃત અતિશયે અને પ્રાતિહાર્યા વગેરેનું ભાવસભર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy