SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમી સદી અને જૈનધર્મ ૧૬૫ ભદના એક વાકયનું સ્મરણ થાય છે. “અઢી હજાર વર્ષ પહેલાં વિચારવામાં આવેલ વિચાર જે આસમાનમાં ગૂંજતો હશે તે ગાંધીમાં ઊગે : “અહિંસાને વિચાર.” “As if there was an Invisible traffic between Mahavira and Gandhi.' અહિંસાના આ સૂત્રને વ્યક્તિગત જીવનમાં આવતી સદીના માનવીએ ઉતારવાનું રહેશે. જેનદર્શન એ અખંડિતતાને, સમગ્રતા (totality)ને આગ્રહ સેવે છે. ખંડિત નહિ પણ અખંડિત આચરણ અને ભાવનાને ધર્મ છે અને તેથી ઘરને માનવી અને દુકાનને માનવી બંને એક હોવા જોઈએ. આજે દેરાસરને માનવી દુનિયાદારીમાં જતાં પલટાઈ જાય છે. એ બે વચ્ચે આજે ભેદ પડી ગયો છે ત્યારે અહિંસાની ભાવના વ્યક્તિના સમગ્ર જીવનમાં પ્રગટવી જોઈએ તે આવશ્યક છે. એ કીડી-મંકોઠાને બચાવે પણ માણસનું શેષણ કરે તે ન ચાલે. એ કુટુંબમાં વહાલસોયું વર્તન કરતો હોય અને વ્યવહારમાં કઠોર હોય તે ન ચાલે. એક સ્ત્રી ઘરમાં સમર્ષણશીલ માતા હોય અને બહાર વસ્તુઓની લાલસા રાખતી નારી હોય તે ન ચાલે. અહિંસાની ભાવના માત્ર રસોડામાં ભ-અભજ્યના વિચાર આગળ જ અટકી જવી જોઈએ નહીં, બલકે એ પ્રેમ અને અનુકંપાની સક્રિયતા સાથે જીવનમાં પાંગરવી જોઈએ. અહિંસાની આવી સક્રિયતાને ભગવાન મહાવીર, ચંડકૌશિક જેવા વિના કારણે દેશ દેનારા ધી સર્ષ સુધી લઈ ગયા હતા અને છતાંય એની સાથેના વતનમાં એમનું વિશ્વવસલ્ય લગીરે ઓછું થયું નહતું. પરિમહને સીધો સંબંધ છે અહિંસા સાથે, અને તેથી આવતી કાલના સમાજ માટે શોષણ અને ભ્રષ્ટાચાર એ પણ હિંસાનું જ એક રૂપ બનશે. ગરીબ, નબળા દલિત, લાચાર કે શેષિતને ખોટો લાભ લેવો તે માત્ર સામાજિક અન્યાય જ નથી. બલકે એ હિંસા અને ધાતકીપણું પણ છે. આ જ અહિંસા અન્ય મન, ધમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy