SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩ પ્રત્યે ઘાતકી થાય, તે માનવ પ્રત્યે પણ ઘાતકી થઈ શકે. કરતા એ માત્ર બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુધૃત્તિ છે. જેના હૃદયમાં ઘાતકી હશે, તે પ્રાણું હોય કે મનુષ્ય-સહુ પ્રત્યે ઘાતકી વર્તન કરો. માનવી એટલે ઘાતકી બને છે કે પોતાની નવી બંદૂક બરાબર ચાલે છે કે નહીં તે જોવા થોડાક લોકોને ગોળીથી ફૂંકી દેતાં એનું રૂંવાડુંય ફરકતું નથી. બે-પગા થવા છતાં ચેપગાની હિંસા માનવી. માંથી ગઈ નથી. જમાને છે પશુબળને. “We kill for the sake of killing'. અમેરિકામાં એક ઘરમાં પિતાએ પુત્રને સહેજ ઠપકે આયો ને પુત્રે જવાબ આપ્યો, I will shoot you.” આમ માનવીના જીવનમાં, એના આહાર તેમજ અખબાર, ચલચિત્ર કે ટેલિવિઝન જેવાં સમૂહ માધ્યમથી, હિંસાવૃત્તિને ઉશ્કેરતાં પુસ્તકે થી એનું દિમાગ હિંસાથી ખદબદે–ખળભળે છે. ત્યારે આ અહિંસાની ભાવના પથદર્શક બનશે, જેના હૃદયમાં કરુણું હશે એ બધાં પ્રાણ પ્રત્યે કરુણુભયું વર્તન કરશે, અહિંસાનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે– तुंगं न मंदराओ, आगासाओ किसाभयं नत्थि । जह तह जयंमि जाणसु, धम्भमहिसासम नत्स्थि ।। (મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું નથી, તેવી જ રીતે અહિંસા સમાન જગતમાં બીજો કોઈ ધર્મ નથી.) મહાવીરની અહિંસાની કુંચી અઢી હજાર વર્ષ પછી મહાત્મા ગાંધીને મળી અને એમણે એની તાકાત બતાવી આપી. ૧૯૪૬ના ઓગસ્ટ મહિનામાં શાસ્ત્રધારી ઉશ્કેરાયેલાં ટોળા સામે નિઃશસ્ત્ર ગાંધી ઊભા રહ્યા અને ટોળાને આ અનુકંપાની અડગ શિલા સામે નમવું પડયું. આ સમયે લે માઉન્ટબેટને કહ્યું : ' ' જે કામ આપણે આખી બ્રિગેડિયર મોકલીને ન કરી શકયા હોત તે કામ આ માણસે એકલાએ કર્યું છે, અને હિન્દુસ્તાનની પૂર્વ પાંખને ભઠકે બળતી બચાવી છે. અહીં સ્વ. એસ. આર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy