SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર જૈન સાહિત્ય સમારત-ગુચ્છ ૩ જગતને આ અપરિગ્રહના દૃષ્ટિકોણુ નવા અભિગમ માપશે. આ જ પરિગ્રહના વિચારના ગાંધીજીએ નવા સંદર્ભ'માં ઉપયાગ કર્યો. એમણે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતની વાત કરીને કહ્યું કે તમારી પાસે જે કાંઈ વધારાનુ' છે તે. બીજાનું છે. તમારુ કાય' તેા માત્ર એને જતનભેર જાળવવાનુ` છે. તમારી જરૂરિયાતાનું તમે રક્ષણુ કરી એનાથી મે વધુ ચીવટ અને સંભાળ માં ‘વિશેષ'નું જતન કરવામાં લેવાની છે. જે કુનેહથી તમે વધારાનુ' મેળવ્યુ છે. તેનાથી પશુ વધુ કુનેહથી તમારે એ વહેંચવાનું છે. ] જીવનના વ્યવહારમાં માર્ગાનુસારીના પ્રથમ નિયમ ન્યાય–સ ંપન્ન વિભવના પાયા પરથી અપરિયહના આદશ તરફ્ મીટ માંડી શકાય. આવતીકાલના પરિગ્રહની મૂર્છામાં ડૂબેલા જગતને અને એમાં રચ્યા પચ્યા રહેનારા માનવીને અપરિગ્રહના નવા સંદ, નવી આશા અને નવી સમાનતા તરફ દોરી જાય ખરા. જૈનધમ'નાં પાંચ મહાવ્રતમાં સહુથી પહેલું મહાવ્રત છે અહિંસા. માજે જગત હિંસાના શિખરે ખેડુ છે, ત્યારે આ અહિંસાના સિદ્ધાંતની અગાઉ કદી નહેાતી તેટલો. પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. વ્યક્તિના અ'ગત જીવનથી માંડી વિશ્વના વ્યાપક ફલક પર એક યા ખીન રૂપે હિ`સા વધતી જાય છે. કારમા ભૂખમરાથી ધેરાયેલી માનવજાતના કરમાંથી દર છ રૂપિયે એક રૂપિયા ખર્ચાય છે. લશ્કર પાછળ અને તેના મુદ્દલામાં મળે છે ભય, આત અને અસલામતી. પ્રજાના વેરામાંથી જંગી શસ્ત્રસામગ્રી ઊભી કરનારી સત્તાઓને હવે એ શસ્ત્રસામગ્રીના નાશ માટે કરારા કરવા પડે છે, આજે રાષ્ટ્રા વાતા કરે છે શાંતિની ઝંખનાની અને તૈયારી કરે છે યુદ્ધની. અહિંસા એ કાઈ બાલાચાર નથી. અલકે સમગ્ર માનવને ઘાટ આપતી જીવનશૈલી છે. જૈનધર્માંના સૌથી પ્રાચીનમથ ‘માચારાંગસૂત્ર'માં કહેવાયું છે કે કાઈ પણ પ્રાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy