SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમી સદી અને જૈનધમ ૧૧ અહી એ વિચાર કરીએ કે જેતનનાં માં તા ભૂલી ભટકી, મૂંઝાયેલી અકળાયેલી અને હિજરાયેલી યાતનામસ્ત માનવજાતને માટે આવતી સદીમાં દિશાસૂચક બની રહે તેમ છે. આને માટે સર` પ્રથમ વિચાર કરીએ જૈનધમ ના મૂળ સિદ્ધાંત જેવા અપરિગ્રહના ‘સૂત્રકૃતાંગ’ નામના જૈન આગમના પ્રથમ અધ્યયનમાં અપરિહતી વાત કરવામાં આવી છે. પરિગ્રહને કારણે જ પાપ થાય છે, હિંસા થાય છે, ભય અને અસત્યને આશરે લેવાય છે. પરિગ્રહની લાલસાએ માનવીને દાનવ બનાવ્યે છે. એનામાં નિરંતર ભાગવૈભવની લાલસાનું તાંડવ રચ્યું છે. આથી વર્તમાન સમયના ચિંતા ભારે વિષાદ સાથે એટલું જ કહે છે- The less I have the more I am.' વળી જૈતદર્શીન કોઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એને જ પરિગ્રહ કહેતું નથી કેઈપણુ વસ્તુ માટેની મૂર્છા અને આસક્ત એને પરિગ્રહ ગણે છે. આજે આપણે જોઈએ છીએ કે ધનની આસક્તિએ માનવીને કુવા ખેદે! અને મૂલ્યહીન બનાવી દીધા છે. સત્તાની આસક્તિ આંધળાસંહારક દેાડમાં પરિણુમી છે. વર્તમાન જગતની અસીમ યાતનાઓનુ મુખ્ય કારણ માનવીની વકરેલી, બહેકેલી અને વણુસેલી પરિગ્રહવૃત્તિ છે; પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ:ખનું અને બંધનનુ` કારણુ અને છે. એ માનવીને ખાદ્ય વસ્તુઓના ગુલામ બનાવે છે પ્રસિદ્ધ ચિંતક એમ'ને કહ્યું કે વસ્તુ માનવમતની પીઠ પર સવાર થઈને એસી ગઈ છે.' આવે વખતે જૈનદર્શન કહે છે કે જેટલે પરિગ્રહ આછે, એટલુ' એણુ' પાપ થાય. ભગવાન મહાવીરે કહ્યું-‘જેમ ભમરા પુષ્પમાંથી રસ ચૂસરો, પરંતુ પુષ્પને નાશ કરતા નથી. એ જ રીતે શ્રેયાથી` મનુષ્ય પોતાની વ્યવહારિક પ્રવૃત્તિમાં ખીજાને ઓછામાં ઓછે. કલેશ કે પીડા આપશે.' આવતા યુગમાં દુઃખી માનવી કે સ'તૃપ્ત ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy