SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસમી સદી અને જેનલમ સદીમાં નિવારી શકાશે. કૃત્રિમ હાથ અને પગની મદદથી એ સશક્ત માનવી જેટલું જ કામ કરી શકશે. બીજી બાજુ “કૃત્રિમ બુદ્ધિને એટલે બધે વિકાસ થયું હશે કે માણસને બહુ મહેનત કરવાની જરૂર નહી રહે. આખી કચેરી એના ઘરના નાનકડા ઓરડામાં સમાઈ જશે. માનવી એની પંચેન્દ્રિયને પૂરેપૂરે ઉપગ કરે છે, પણ એનામાં એક છઠ્ઠી શક્તિ છે જેને E. S. P. કહે છે. આ શક્તિને બને યુરીગેલર માત્ર પિતાની આંખોની દષ્ટિ નેધીને સળિયા વાળી શકે છે. અવકાશયાત્રી એડગરમિલે અવકાશમાં રહીને ટેલિપથીનો પ્રયોગ કર્યો. બીજાના રોગોને માત્ર સ્પર્શથી મટાડવાની હીલિંગની પ્રક્રિયા આજે જાણીતી છે. અત્યારે માનવીની આ છૂપી છી ઇન્દ્રિયની શક્તિ વિશે સંશોધન ચાલી રહ્યાં છે. આવતી કાલે માણસ નહીં પણ યંત્રોય આ છઠ્ઠી ઈદ્રિય શક્તિનો ઉપયોગ કરતાં હશે. માનવીના જીવનમાં જન્મ, લગ્ન અને મૃત્યુ એ ત્રણ સૌથી મહત્ત્વની ઘટના મનાય છે. પરંતુ એ ત્રણેમાં આવતી સદીમાં ઊથલપાથલ કરનારું પરિણામ આવશે. કૃત્રિમ વીર્યદાનને કારણે નરમાદાના સંયોગની અનિવાર્યતાને છેદ ઉડી જશે. ઈછિત પ્રકારની સંતતિની પ્રાપ્તિ માટે વય બેંકમાં તેજસ્વી કે પ્રતિભાવંત પુરુષોના વીર્યની મેટી માંગ રહેશે. માતાના ઉદરમાં નહીં, પણ પ્રયોગશાળાની કસનળીમાં ટેસ્ટ ટયૂબ બાળક ઉછરતું હશે અથવા તો કોઈ અન્ય સ્ત્રીના ઉદરમાં એને વિકાસ થતો હશે. ટેસ્ટ ટયૂબ બાળક આવતાં જ માતૃત્વ અને વંધ્યત્વના ખ્યાલમાં આજે જ કેટલું બધું પરિવર્તન આવી ગયું છે ! એવી જ રીતે કોમ્યુટર લગ્નનો ગેર બનશે. જ્યારે કૃત્રિમ અંગોને કારણે કઈ માનવી પાંગળા કે અશક્ત નહિ થાય. એ પિતાનાં અંગોને આસાનીથી બદલી શકશે. આ રીતે માનવજીવનમાં સમૂળગુ પરિવર્તન આવ્યું હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy