SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જેન સાહિત્ય સમારોહ-ગુછ વર્ષોના અનુભવી ગીધને ભાગી નીકળવાની સલાહ આપનાર વિલા મોઢે પાછે . બંને ગીધ યુહની મોજ માણવા પર ફેલાવીને આકાશમાં અહીંતહીં આનંદભેર ઘૂમવા લાગ્યા. જમીન પર બેસીને મીઠા ભજનનાં સ્વપ્નાં સેવવા લાગ્યાં. પરંતુ એવામાં જ બબ પા અને એના અવશષ પણ શેષ ન રહ્યા. પરિવર્તનને પારખી નહીં શકનાર અને ભવિષ્યને ઓળખી નહીં શકનારની સ્થિતિ પેલા ગીધ જેવી થાય છે. જે માત્ર ભૂતકાળના દર પર ચાલે છે. તે વર્તમાનમાં વિસંવાદ જ સજે છે. થયેલા પરિવતનને ઓળખવા માટે સતત ગતિશીલ દષ્ટિ જોઈએ. ભવિષ્યને વિચાર નહીં કરનારી દષ્ટિ વર્તમાનમાં સ્થિતિસ્થાપક રહે છે. પ્રસિદ્ધ ચિંતક એલવિન ટોફલર કહે છે-“If we do not learn from History, we shall be compelled to believe it true. But if we do not change the future, we shall be compelled to endure it. And, that could be worse.' આ દૃષ્ટિએ આવતી સદીમાં ધર્મની ગતિવિધિ કેવી હશે એનો વિચાર કરીએ એકવીસમી સદીમાં કોઈ મુલાકાતી તમારા મકાનને મુખ્ય દરવાજો ખોલશે ત્યારે તમે દીવાનખંડની આરામ ખુરશીમાં બેઠાં બેઠાં સ્ક્રીન પર આગંતુકનો ચહેરો જોઈ શકશો અને બાજુમાં પડેલા “રિમોટ કન્ટ્રોલ'ની એક ચાંપ દબાવશે એટલે બારણું ખૂલી જશે. યંત્રમાનવ એને માટે શિયાળો હેવાથી ગરમ મસાલાવાળી ચા લાવશે. એ વ્યક્તિ તમને તમારા દાદાના પિતાનું નામ પૂબશે અને તમે તરત જ કેપ્યુટરમાંથી એની માહિતી આપશે. મગજમાં કોઈ વિગત કે માહિતી રાખવાની જરૂર નહીં હોય, કારણ કે કોમ્યુટર જ માહિતીને સ પ્રહ અને માહિતીની પુનઃપ્રાપ્તિનું બધું જ કામ કરતુ હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy