SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જૈન સાહિત્ય સમારોહ – ગુચછ ૨ જૈન સાહિત્યમાં પ્રાતઃ કાળે ગાવાનાં કેટલાંક “પ્રાતઃ સ્મરણ -સ્ત ” પણ રચાયાં છે. બારમી સદીના મુનિ ચંદ્રસૂરિએ આવી પ્રભાતિક જિનસ્તુતિ” રચી છે. આ જ સદીના ચંદ્રપ્રભસૂરિએ પ્રભાતકુલક” (“સાધારણજિનસ્તવન ”) રમ્યું છે. એમાં ૧૩ પદ છે. તેના આરંભિક લોકોમાં કહ્યું છે કે પ્રાતઃકાળે જિનેન્દ્રના મુખનું દર્શન કરનારની સર્વ આપત્તિઓ, રાગ-દારિદ્રયાદિ નષ્ટ પામે છે. સ્તોત્રમાં લેષ દ્વારા વિરોધ સર્જવાની અને પાદાંત યમક સર્જવાની કવિ-શક્તિ દર્શનીય છે. વિ૦ની ૧૨મી સદીના જિનવલભસૂરિએ તે “વરસ્તોત્ર', પાર્શ્વનાથ સ્તવન”, “પંચકલ્યાણકર્તોત્ર', “ સ્તોત્રપંચક', “ચતુવિંશતિજિનસ્તુતિ', “જિન વિજ્ઞપ્તિ” ઇત્યાદિ ૧૦૦ જેટલાં સ્તોત્રો રચ્યાં છે. એમાં કેટલાંક પ્રાકૃતમાં અને કેટલાંક સંસ્કૃતમાં છે. બારમી-તેરમી સદીમાં થયેલા હરિભદ્રસૂરિકૃત “સાધારણજિનસ્તોત્રમાં વિવિધ છંદના ૨૦ કલેક છે. સમગ્ર સ્તોત્ર પ્રબળ ભાવાભિવ્યક્તિથી હૃદયસ્પર્શી છે. પ્રાસાદિક મધુર પદાવલિઓમાં રજૂ થતી કવિની યાચના અને આત્માભિવ્યક્તિના સૂરમાં કરુણ કંદન સંભળાય છેઃ मू ढो विवेकविकलो विधुतोलवाहु न त्वं श्रृणोषि यदह जिन ! रारटीभि । मां तत्र कर्मणि नियोजय येन देव ! संसारचक्रगहन न पुनविझामि ॥६॥ જૈન સાહિત્યના એક સમર્થ સ્તોત્રકાર અને વિદથપંડિત તે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ (વિ.સં. ૧૧૪૫–૧૨૨૯). તમને ચૌલુકયવંશી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ સાથે વિદ્વત્તા અને ધાર્મિકતાને સંબંધ જાણીતો છે. હેમચક્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy