SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ “સીતારામ ચોપાઈ ૩૩૧. સગાઈ તો થઈ ગઈ છે એમ જ્યારે જનકરાજાએ જણાવ્યું ત્યારે ચંદ્રગતિએ બીજા વિદ્યાધરની સાથે મળીને જનકરાજાને ધમકી આપી કે જે રામ દેવાધિષ્ઠિત ધનુષ્ય ઊંચકીને તેના પર બાણ ચડાવશે. તો જ તે સીતાને પરણી શકશે, નહિ તો તેઓ બળપૂર્વક સીતાને ઉપાડી જશે. સીતાને પરણવાની અભિલાષાવાળા ઘણું રાજાએ. આવ્યા હતા, પરંતુ બાણને અડતાં જ તેઓ દાઝી જતા. જ્યારે રામ આવ્યા ત્યારે એમણે જોતજોતાંમાં ધનુષ્ય ચડાવ્યું. ટંકારવ. થતાં ધરણું ધ્રુજી ઊઠી. કવિ વર્ણવે છે: “અભિમાની રાજે કે ઊઠયા, ધનુષ ચનુષ ચઢાવા લાગી બલતી આગિની ઝાલા ઊઠી તે દેખી નઈ ભાગા અતિ ઘેર ભુજગમ અટ્ટહાસ, પિશાચ ઉપદ્રવ હોઈ; રે રે રહઉ હંસિયાર પાનાં ફૂડ માંથઉ છઈ કેઈ.. વિદ્યાધર નર સાધુ દેખતાં, રામઈ ચાલ્યઉં ચાપ; ટંકારવ કીધઉ તાણી નઈ, પ્રગટયઉ તે જ પ્રતાપ. ધરણી ધ્રુજી પર્વત કાંયા, શેષનાગ સલસલિયા; ગલ ગરજારવ કીધઉ દિગ્ગજ, જલનિધિ જલ ઉછલિયા. અપછર બીહતી જઈ આલિંગ્યા, આપ આપણું ભરતાર; રાખિ રાખિ પ્રીતમ ઈમ કહતી, અહનઈ તું આધાર. આલાન થંભ ઉખેડી નાંખ્યા ગજ છૂટા મમત્ત; બંધન ત્રોડિ તુરગમ નાઠા, ખલબલ પડી તુરન્ત” આમ રામે ધનુષ્ય ચડાવ્યું એટલે સીતાને અત્યંત હર્ષ થયોવિદ્યાધર વચનથી બંધાઈ ગયા હતા. એટલે સીતા માટે આગ્રહ. તેમણે છેડી દીધે; એટલું જ નહિ પણ રામની ગુણશક્તિ જોઈ તેઓએ પિતાની અઢાર કન્યા પણ રામ સાથે પરણાવી. ત્યાર પછી ભામંડલને જાતિસ્મરણજ્ઞાન થયું. એ જ્ઞાનથી એણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy