SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ “સીતારામ ચોપાઈ ૩૯ ક્યાની ભૂમિકા માંડતાં કવિ ગૌતમસ્વામી અને શ્રેણિક મહારાજાના પ્રસંગથી શરૂઆત કરે છે. એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા હતા, અને અઢાર પાપથાન વિશે ઉપદેશ આપતા હતા. તે સમયે એમની પર્ષદામાં શ્રેણિક મહારાજા પધાર્યા હતા. સાધુ વગેરે પર મિથ્યા કલંક ચડાવતાં કેવું દુઃખ આવી પડે છે તેના ઉદાહરણ તરીકે સતી સીતાની વાત ગૌતમસ્વામીએ કહી. તે સમયે શ્રેણિક મહારાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે ગૌતમસ્વામીએ સીતાના પૂર્વભવથી શરૂ કરીને એને સંપૂર્ણ જીવનવૃત્તાન્ત જણાવ્યો હતો. કવિ લખે છે : કલંક ન દીજઇ કેહનઈ, વલી સાધનઈ વિશેષિ; પાપવચન સહુ પરિહર૩, દુઃખ સીતાનઉ દેખિ. એ અઢાર પાપ એહવા, જે કર પાપી જીવો રે, ભવસમુદ્ર માંહે તે ભમઈ, દુઃખ દેખઈ કરઈ રી રે. વલી વિશેષ કોઈ સાધનઈ, આપઈ કૂઉ આલે રે; સીતાની પરિ દુ:ખ સહઈ, સબલ પડઈ જ જાલ રે” જૈન કથામાં કર્મના સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે પૂર્વજન્મની કથા આવે એ સ્વાભાવિક છે. સીતારામ ચોપાઈ'માં સીતાના પૂર્વજન્મને વૃત્તાંત પણ નિરૂપા છે. પૂર્વભવમાં સીતા વેગવતી નામની સ્ત્રી છે. એ વેગવતી મિથિલા નગરીના મહાન રાજવી જનકની પુત્રી સીતા તરીકે જન્મ લે છે. પૂર્વજન્મનો અહિકુંડલ સીતાના ભાઈ ભામંડલ તરીકે જન્મ લે છે. પરંતુ જન્મ થતાંની સાથે જ ભામંડલનું અપહરણ થાય છે. પૂર્વ જન્મના વેરને કારણે મધુપિગલ નામનો એક દેવ ભામંડલને મારી નાખવા માટે ઉઠાવી જાય છે, પરંતુ દયા આવતાં વૈતાઢા પર્વત પર એક સ્થળે એને છેડી છે. રથનેઉરપુર (રથનુપૂરપુરના) ચંદ્રગતિ નામને નિ:સંતાન વિદ્યાધર બ્રાહ્મણ એને લઈ જાય છે, અને એને પોતાના પુત્ર તરીકે ઉછેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy