SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છમાં જૈન ધર્મ ૨૯૪ રક્ષિતસૂરિ, શ્રી કલ્યાણસાગરસૂરિ, ગૌતમસાગરસૂરિ વગેરે મહાન જૈનચાર્યો થઈ ગયા. આ પરંપરામાં વર્તમાનમાં આચાર્ય ગુણસાગરસૂરિજી અને એમના શિષ્ય મુનિ કલાપ્રભસાગરજી વિદ્વાન સાધુ ભગવંતે છે. આ ગુણસાગરસૂરિજીએ ૧૧૯ જેટલા ગ્રંથની રચના સંપાદન કર્યા છે. મુનિ અમરેન્દ્રવિજયજી કછ ભુજપુરના છે. તેઓ વિદ્વાન લેખક અને અધ્યાત્મમાર્ગમાં આગળ વધેલા અને જૈન ધર્મને આજના સંદર્ભમાં તપાસનાર નિર્ચન્થ સાધક છે. • : ભુજપુરની બંધુત્રપુટી મુનિયન્દ્રવિજયજી, કીર્તિ ચન્દ્રવિજયજી અને જિનચન્દ્રવિજયજી મહારાજ સાહેબ પ્રખર વકતા, લેખક અને ચિંતક સાધુ ભગવતે છે. બિદડાના યુવાન મુનિ ભુવનયવિજયજી અભ્યાસી સાધક છે. આચાર્ય રામજી સ્વામી, ભાણજી સ્વામી અને રાધવજી સવામી હાલ કચ્છમાં ધર્મત દીપ્તિમાન રાખનાર, ચુસ્ત સંયમના ઉપાસક છે. " ૧૯ મી સદીના આરંભમાં કરછમાં જીવન કઠણાઈભરેલું હતું, પણું નીરસ ન હતું. ધરા કસહીન હતી પણ માનવીઓનાં હૈયાં રસપૂર્ણ હતાં. એવા સમયમાં કચ્છના એક સપૂતે પોતાનું સમગ્ર જીવન ધર્મ અને તત્વજ્ઞાનની પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી, તૈયા' તેનાં સંપાદન, મુદ્રણ અને પ્રકાશનમાં સમપી દીધું. તે હતા કચ્છના અબડાસા વિભાગના મંજલ રેલડિયા ગામના શ્રાવક ભીમશી. માણેક.. - ત્યારે ભારતમાં મુદ્રણકળાને હજી બાલ્યકાળ હતો. દીર્ઘદ્રષ્ટા ભીમશી માણેક મુદ્રણનું મહત્ત્વ સમજતા હતા. તેમણે તે વખતે ધર્મના પવિત્ર સમૃદ્ધ સાહિત્યને વ્યવસ્થિત રીતે, યોગ્ય સંપાદન કરી, પ્રકાશિત ન કર્યું હેત તે કેણુ જાણે કેટલું બધું વિરલ સાહિત્ય કયાં ય વિલીન થઈ જાત ! એમણે આ ભગીસ્થ કાર્ય પાછળ પોતાની જાત ઘસી નાખી. મોહનલાલ દલીચંદ દેસાઈએ નોંધ્યું છે, કે “ધર્મપુસ્તકે છપાવવામાં પહેલ કરનાર – જૈન શ્રુતપ્રસારક શ્રાવક ભીમશી માણેક હતા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy