________________
જિન પત્રકારત્વ : એક ઝલક
ગુણવત અ. શાહ
સન ૧૭૮૦માં હિંદુસ્તાનના પત્રકાર પ્રથમ પગલું માંડયું. -મેગલ સમ્રાટ શાહ આલમ અને વિખ્યાત નગરશેઠ ખુશાલદાસ શાંતિદાસના સમયમાં જેક્સ ઑગસ્ટસ પિકી નામના અંગ્રેજે તા. ર૯મી જાન્યુઆરી, ૧૭૮૦ના રોજ શનિવારે કલકત્તાથી એક અખબાર કાઢ્યું. નામ તેનું “હીકીઝ બંગાલ ગેઝેટ ઓફ ધ ઓરિજિનલ કલકત્તા જનરલ એડવર્ટાઈઝર.” ટૂંકાક્ષરી બંગાલ ગેઝેટના -નામથી તે આજે પ્રસિદ્ધ છે. આ અખબારથી ભારતીય પત્રકારત્વના ઈતિહાસને શુભારંભ થયો.
આડત્રીસ વરસ બાદ સીરામપરવાળા ડે. માર્શમેન, ડે. કેરી અને વર્ડ નામના ખ્રિસ્તી મિશનરીઓએ, તા. ૩૧મી મે, ૧૮૧૮ના રોજ કલકત્તાથી બંગાળી ભાષામાં સમાચાર દર્પણ” નામનું પત્ર શરૂ કર્યું. અંગ્રેજોના હાથે શરૂ થયેલું આ પત્ર હિન્દુસ્તાનની દેશી ભાષાનું પ્રથમ પત્ર છે.
ચાર વરસ બાદ ૧૮૨૨માં બાબુ રામમોહન રાય નામના હિન્દુરસ્તાનીએ સુધારાની હિમાયત કરનારું “સંગબાદ કોમુદી' નામનું પત્ર કાઢયું. હિન્દુસ્તાનીના હાથે હિદમાં પ્રગટ થયેલું આ સર્વ પ્રથમ પત્ર છે.
આ જ વરસમાં ૧૮૨૨ની ૧લી જુલાઈએ સુરતના ફરદુનજી મર્ઝબાને “શ્રી મુમબાઈને સમાચાર” નામનું પત્ર મુંબઈમાંથી કાઢયું. આજે ૧૬૦ વર્ષે પણ આ પત્ર ચાલુ છે. મુંબઈ સમાચાર' નામે આજે તે દેશ-વિદેશમાં સુવિખ્યાત છે. ગુજરાતીના હાથે ગુજરાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org