SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ જેને જહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકો ૨૩૧ બધા પ્રસંગેએ પુરુષસહજ વર્તન દાખવીને કસોટીઓ પાર કરે છે અને પોતાની જાતિ સિન્યથી છુપાવી શકે છે. છળ સામે પ્રતિછળ આ પ્રકારના કથાઘટકને પેન્જરે “કલ્પિત લેણાની કલ્પિત ચૂકવણી અને ડો. હરિવલ્લભ ભાયાણુએ ઠગારુ માગણું અને ઠગારી ચૂકવણુટ એવા કથાયુક્તિના ઉદાહરણ-લેખે નિર્દેશ કર્યો છે. એમાં તર્ક જાળ અને શબ્દજાળના પ્રયોગ દ્વારા ઠગાઈને પ્રયત્ન થાય છે. આ પ્રકારના ઘટક આપણને બૌદ્ધગ્રંથ “મહાવસ્તુની પુણ્યવંત જાતકી કથામાં પંદરમી શતાબ્દીમાં ચારિત્રરત્નમણિકૃત દાનપ્રદીપ’ના આઠમા પ્રકાશમાં રત્નપાલરાજાની કથામાં તેના પૂર્વભવના વૃત્તાંતમાં સિદ્ધદત્ત અને ધનદત્તની વાતમાં, ભીમકૃત “સદયવત્સ વીર પ્રબંધ (ઈ. સ. ૧૪૧૦ પહેલાં), અને હર્ષવર્ધનકૃત સંસ્કૃત ગદ્યમય “સદયવસકથા” (ઈ. સ. ૧૪૫૪-૭૪)માં, “કથાસરિત્સાગરમાં, પાંચમી શતાબ્દીના જૈન કથાગ્રંથ “વસુદેવહિંડીમાં, ધર્મો પદેશમાલા વિવરણ” (૯મી સદી), ‘જાતકકથા, પંચતંત્ર, “શુકસપ્તતિવગેરેમાં મળે છે. છળ સામે પ્રતિષ્કળઃ તજાળ પુણ્યવંત જાતકમાં પ્રજ્ઞ વાદી રાજમાર્ગ ઉપર લટાર મારતા હતા, ત્યાં અગ્રગણિકા અને નોષ્ઠિને પુત્ર ઝગડો કરતાં હતાં. વિગતમાં ઊતરતાં પ્રજ્ઞાવાદીને જાણવા મળ્યું કે નગરશ્રેષ્ઠિના પુત્ર અગ્રગણિકાને રાત્રે સેવામાં બોલાવી હતી, પરંતુ તે રાત્રે તે રોકાયેલી હતી એટલે બીજા દિવસે આવવાનો વાયદો કર્યો, પરંતુ નગરશ્રેષ્ઠિના ૮ જુઓઃ “Ocean of Stories” 5, 132–133 Note; 9, 155 56 Note, ૯ જુઓઃ “શોધ અને સ્વાધ્યાય', પૃ. ૨૨૪-૨૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy