SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન સાહિત્ય સમારોહ જગતસિંહની ચતુર રાણુ આ દુહા સાંભળી પામી ગઈ કે પ્રતિહારો પતિ પત્ની છે, અને શયનગૃહની ચેકી કરનાર સ્ત્રી જ છે. તેણે રાજાને વાત કરી. રાજાએ કરેલી પૂછપરછમાં આ વાત સાચી નીકળતાં એ બંનેને લગ્નવ્યવહાર માટે જોઈતી રકમ આપી, લગ્ન કરાવી આપ્યાં. આ જ કથા “સૌરાષ્ટ્રની રસધાર,' ભાગ ૪, પૃષ્ઠ ૮૮-૯૮ માં દસ્તાવેજ' નામે આપણું રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીએ વિગતફેરે નોંધી છે. તેમાં રજપૂતાણું રાજબાલાને બદલે રાજબાની ખાસ કટી જાય છે. બંને રજપૂતોની નજરે ચડે તેમ ચૂલે ઊકળવા મૂકેલું દૂધ ઊભરાવા માંડે છે. રાજબા સ્ત્રીસહજ સ્વભાવથી બેલી ઊઠે છે: “એ...એ..દૂધ ઊભરાય !” અને આ કસોટી પરથી પુરુષવેશે રહેલી રાજ કા સ્ત્રી જ છે એમ નક્કી થાય છે. આ કથામાં કસોટીનું તત્ત્વ ઉમેરાયું છે. મધ્યકાલીન લોકકથાને, પુરુષવેશે પરદેશ ખેડતી નાયિકાની કલ્પના ઘણી જ આકર્ષક લાગી છે. વિમલસૂરિ રવિષેણ અને સ્વયં. ભૂકૃત “પદ્મચરિત' કે “પઉમરિયમાં રાજપુત્રી કલ્યાણમાલા રાજપુત્ર કલ્યાણમાલ તરીકે રાજ્ય કરે છે. “વસુદેવહિંડીમાં પુંડાલંભકમાં અને કથાસરિત્સાગરમાં દેવસિમતાની કથામાં, “હંસાવતી-વિક્રમચરિત્રવિવાહમાં પુરુષવેશે પરદેશ ખેડતી હંસા પ્રયાગના અપુત્ર રાજાથી દત્તક લેવાઈને ગાદીપતિ બને છે. “કામાવતી'માં પણ નાયિકા પુરુષવેશે અનેક સ્ત્રીઓ પરણે છે. “રઢિયાળી રાત,” ભાગ ત્રીજે, પૃ. ૨૪૨૯માં તેજમલના લોકગીતમાં, ઠાકોરની સાત પુત્રીમાંથી તેજમલ, શત્રુની ફેવરને સામને કરવા પુરુષવેશે શસ્ત્ર સજીને નીકળે છે. અહીં સેનામાં રહેલા તેના સાથીઓ તેજમલ સ્ત્રી છે કે પુરુષ તેની ચકાસણી કરવા ઘણે પ્રયત્ન કરે છે, પરંતુ તેજમલ ચતુરાઈથી એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy