SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ETTER [215 रचना संसार पुस्तक समीक्षा પt IT - ડૉ. શેખરચંદ્ર જૈનની ઓળખ લેખક અથવા તો વક્તા તરીકે આપવાનું મને 'જરાય યોગ્ય લાગતું નથી. હું તો એમ જ કહીશ કે ડૉ. શેખરચંદ્ર જૈન લેખક નથી અને વક્તા પણ નથી. તેઓ અભ્યાસુ છે અને ચિંતક છે. તત્ત્વને જાણવા માટે વિદ્યાર્થી જેવી જ જિજ્ઞાસા તેઓ દાખવે છે અને જાણેલા તત્ત્વનો જીવનમાં વિનિયોગ કઈ રીતે થઈ શકે તેનું ચિંતન તેઓ સતત કરતા રહે છે. પોતાના અભ્યાસ અને ચિંતનની વાત તેઓ લખે છે તેથી લોકો તેમને લેખક કહે છે અને જાહેર પ્રવચનો રૂપે દેશ-વિદેશમાં તેઓ એ જ વાતો વ્યક્ત કરે છે ત્યારે સૌ એમને વક્તા કહે છે. ડૉ. જૈન માટેનાં લેખક અને વક્તા તરીકેનાં વિશેષણો “બાય પ્રોડક્ટ' છે. લેખક થવા માટે વ્યક્તિએ ભાષાને માંજવી પડે. ઝાકઝમાળ પ્રગટાવવી પડે. ડૉ. શેખરચંદ્ર જૈન સહજ શૈલીમાં પોતાની વાત લખે છે. શૈલી કરતાં તત્ત્વનું મહત્ત્વ એમને મન વિશેષ છે. એ જ રીતે વક્તા થવા માટે પણ વ્યક્તિએ ઘણી સજગતા ! રાખવી પડે, પોતાનો પ્રભાવ પાડવા માટેની તરકીબો અજમાવવી પડે. ડૉ. શેખરચંદ્ર ! જૈન એ પળોજણમાં પડ્યા વગર પોતાના અભ્યાસ અને ચિંતનને વહેતાં મૂકે છે. } અલબત્ત, તેઓ શિક્ષણકાર અને અધ્યાપક (આચાર્ય) હોવાથી ડિસીપ્લીન અને ટ્રાન્સફરન્સી તેમના વક્તવ્યમાં સહજ રીતે આવી જતાં હોવાથી તેઓ વક્તા તરીકે વિશેષ લોકાદર પામ્યા હોય તો ભલે પામ્યા. “મુક્તિનો આનંદ તેમનું પ્રથમ પુસ્તક છે. તેમાં આ મુજબનાં દસ પ્રકરણો | મુકિતનો આનંદ | છે: ૧. મુક્તિનો આનંદ, ૨. કામથી મોક્ષ, ૩.અહમૂથી ઉઠે સુધી ઊર્ધ્વગમન, ૪. દમનથી શમન, ૫. હું અને મારું સ્વરૂપ, ૬. સ્યાદ્વાદ સંશયનો નહીં નિશ્ચયનો પ્રતીક, ૭. ભક્તામર સ્તોત્રમાં ભક્તિ અને સાહિત્ય, ૮. આત્મપરિચયનાં દસ લક્ષણો, ૯. ભગવાન મહાવીર : વર્તમાન સંદર્ભ, ૧૦. સ્વાધ્યાય. સ્પષ્ટ જોઈ શકાય છે કે આ દસેય પ્રકરણોમાં ડૉ. શેખરચંદ્ર જૈન ચિંતનની આંગળી પકડીને અધ્યાત્મની અગોચર દિશાઓમાં વિહરી રહ્યા છે. આ માટે એમને ! કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયને વળગી રહેવાનું ન પોસાય તે સ્વાભાવિક છે. જૈન- ]
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy