SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [111 આપીને સાચો ગુનેગાર શોધી કાઢ્યો છે, તારે ચિંતા કરવાની જરૂર નથી.” અને તે વખતે મને જે | શિખામણ આપેલી “ઇન્દ્રવદન, તારા સ્વભાવમાં ફેરફાર કરજે, જિંદગી સરસ બની જશે.” આમ ઘણાં ! પ્રસંગો છે જેનાથી હું ઘડાયો છું. આમ, આપશ્રીએ એક ગૃહપતિના હોદા ઉપર રહીને અમારા માટે અને ખાસ મારા માટે, અનેકવિધ પ્રતિભાનો રોલ અદા કરીને બહું ઊંડી છાપ ઉભી કરી છે. આથી હું તમને મારા જીવતા-જાગતા ભગવાન | ગણું તો પણ તે ઓછું કહેવાશે. ઈન્દ્રવદન વેલચંદ પારેખ (ભૂતપૂર્વ વિદ્યાર્થી) અમદાવાદ | in જૈને એકતાના પ્રખર હિમાયતી વર્તમાન સમયમાં જૈને ધર્મની બાગડોર સંભાળતા, જૈન સંઘો દ્વારા વાણીભૂષણ -પ્રવચનમણિ-જ્ઞાનવારિધિ જેવી અનેકવિધ ઉપમાઓથી અલંકારિત ડો. શેખરચંદ્ર જૈન અધ્યાપક, જૈન સાહિત્યકાર, સંપાદક, સામાજિક કાર્યકર જેવી બહુઆયામી વ્યક્તિત્વના બની છે. તે બધાથી ઉપર એમના વ્યક્તિત્ત્વનું આગવું પાસુ હોય તો તે છે કે જૈન એકતાના પ્રખર હિમાયતી ડૉ. છે શેખરચંદ્રજી સારી રીતે જાણે છે કે “unity is our strength” જૈન સમાજના સંગઠનની આવશ્યકતા { તેમના દિલો દિમાગમાં હંમેશા છવાયેલી રહે છે. આથી તેઓના સાહિત્યમાં, સંપાદકીય લેખમાં, સામાજિક કાર્યોમાં, પ્રવચનોમાં સતત જૈન એકતાની વાત ખુલ્લા મને સંપૂર્ણ નિડરતાપૂર્વક અચૂક રજૂ કરે છે. તેથી તેઓ જૈનોના ચારેય ફિરકાઓના સંકલનમાં આદરણીય છે. તેમના મતે ણમોકાર મંત્ર એક હોય, ભક્તામર સ્ત્રોત હોય, ચોવીસ તીર્થંકર ભગવંતો એક હોય, તત્વાર્થ સૂત્ર એક હોય તો જૈનો જૈનો વચ્ચે અલગતા શા માટે? આચરણનો તફાવત એ આગમ સામે ગૌણ છે. જૈનોની અલ્પવસ્તીના અસ્તિત્વને ટકાવી રાખવા અંદર અંદરના મતભેદો ભૂલી જઈ ઉદારતા દાખવી જૈનોએ એક થવાની આજની અતિ આવશ્યકતા છે. ડૉ. જૈન દ્વારા સંપાદિત “તીર્થકર વાણી” માસિક પત્રિકામાં જૈન સમાજના તમામ ફિરકાઓના સમાચારો સ્થાન પામે છે. તમામ ફિરકાઓના અગ્રણી સંતોના આલેખો પણ ગૌરવમય રીતે પ્રકાશિત કરાતા હોઈ દેશ-વિદેશમાં આ પત્રિકાના સંપ્રદાયના ભેદભાવ વગર ગ્રાહકો છે. છેલ્લા ઘણા વર્ષોથી પર્યુષણમાળામાં પ્રવચનાર્થે પરદેશ જાય છે. તેઓ દશ કે આઠ દિવસના નહીં પરંતુ અઢાર દિવસના પર્યુષણ ઉજવે છે. પ્રવચન લાભ આપે છે. દેશ-વિદેશમાં આધ્યાત્મિક પ્રવચનકર્તા તરીકે સારી નામના મેળવી છે. જૈન જગતના પ્રથમ પંક્તિના લોકપ્રિય વિદ્વાન એવા શ્રી શેખરચંદ્ર જૈનને ભગવાન નિરોગી દીર્ધાયુ બક્ષે એવી અભિલાષા.... પ્રદીપભાઈ બી. કોટડીયા મંત્રી- ડૉ. શેખરચંદ્ર જૈન અભિનંદન સમિતિ
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy