SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ માય એ માજ રાજ માં જ કામ ક0% કામક કાણા મારુ સમજવા જેવા છે. તેમના સ્વપ્રોમાં પણ ધર્મ, સાહિત્ય, સેવા, સમાજ.. કેન્દ્રસ્થાને રહ્યા છે. ફરી એકવાર યુવાનોની વાત કરીએ તો તેમને જૈન સાહેબના જીવનમાંથી સ્વાદિષ્ટ બનવાની શીખ મળે છે. સાહસિકતા : પ્રભુ સાહસિક લોકોને મદદ કરે છે. “God helps them, Who help themselves'. સફળતા કદિ સસ્તી હોતી નથી. તેની સૌને ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. જૈન સાહેબ તેમાં અપવાદ નથી. કલાકોનું આયોજન, કલાકોની મહેનત, અનેક લોકોનો સહ્યોગ, અનેક મુશ્કેલીઓનો સામનો, અનેકવાર મળેલી નિરાશા... એ બધાની વચ્ચે જૈન સાહેબ આગળ વધતા ગયા. 'He can, who thinks he can'- એ ઉક્તિને એમણે પોતાના ઉદાહરણ દ્વારા સાબિત કરી બતાવી. પોતાના આત્મવિશ્વાસ, પરિશ્રમ અને શ્રદ્ધાના બળ પર તેમણે પોતાની ડીક્ષનરીમાંથી નિષ્ફળતા’ શબ્દને રજા આપી દીધી છે. જૈન સાહેબ સંજોગોને વશ ન થયા, સંજોગોને તેમણે વશ કર્યા. કુટુંબ વત્સલતા : જૈન સાહેબમાં સંસાર અને પરમાર્થનું અદ્ભુત સંયોજન જોવા મળે છે. તેમણે ધર્મના ભોગે કુટુંબ અને કુટુંબના ભોગે ધર્મકાર્ય કરવાનું પસંદ કર્યું નહીં. બંને વચ્ચે તાલમેલ સાધતા રહ્યા. સંતાનોને સારી રીતે ભણાવ્યા, આર્થિક રીતે અને સાંસારિક રીતે ગોઠવ્યા, તમામ કૌટુંબિક જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી અને પોતાના સગાસંબંધીઓ સાથે જીવંત સંપર્ક રાખ્યો. કુટુંબ અને પોતાની બહારની { પ્રવૃત્તિઓનું સંતુલન તેમણે કદિ ગુમાવ્યું નહીં. આ બધું તેમની કુટુંબ-વત્સલતાને આભારી છે. પોતાનું ઘર એ તેમની તમામ પ્રવૃત્તિઓનું ગુરુત્વ મધ્યબિંદુ બનીને રહ્યું. માનવી પરખ : એક માનવની સાચી સફળતા બીજા માનવને સમજવમાં રહેલી છે, એ રહસ્ય જૈન સાહેબ સારી રીતે પામી ગયા છે. તેઓ જેના પણ સંપર્કમાં સાથે તેને આત્મીય બનાવી લેવાની તેમનામાં ગજબની આવડત છે. તેની વિશેષતાઓ તથા જમા-ઉધાર પાસું શું છે તે પરખવાની તેમની વિશેષ શક્તિને લીધે તેમણે વ્યક્તિમાં પડેલા ગુણોનો સમાજના લાભાર્થે ભરપૂર ઉપયોગ કર્યો. કોઈને લખતા સારું આવડે, કોઇને બોલતા સારું આવડે, કોઈને અંગ્રેજી સારું આવડે, કોઇને આયોજન ફાવે, કોઈને પ્રિન્ટિંગનું જ્ઞાન હોય, કોઇને કોમ્યુટરનું જ્ઞાન હોય, કોઈને મકાનના બાંધકામનું જ્ઞાન હોય, કોઇના સરકારમાં સારા સંબંધો હોય... એ બધું જૈન સાહેબ પારખી શકે છે. પારખીને તેની આંતરિક શક્તિઓને અત્યંત ખૂબીપૂર્વક ક્રિયાન્વિત પણ કરી શકે છે. આ બધાની તેમને તેમના કામમાં તો મદદ થઈ જ પણ તેઓ એક વિશાળ મિત્ર-વર્તુળ પણ ઊભું કરી શક્યા. દેશ-વિદેશમાં તેમના શુભેચ્છકો અને સમર્થકોની એક શૃંખલા તે ઊભી કરી શક્યા. માત્ર ફોન કરવાથી કામ થઈ જાય એવા સંબંધો ઊભા કરી શક્યા. મૌલિક ચિંતક અને વિચારક : જૈન સાહેબની સાથે રહેનાર કોઈને પણ તેમની અંદરના મૌલિક ચિંતક અને વિચારકો પરિચય થયા વગર રહે નહી. તેમની કલમ પર અને જીભ પર સરસ્વતીનો વાસ છે. જૈન સાહેબને કોઇપણ કાર્યક્રમમાં સાંભળવા એ જીવનનો લહાવો છે. જ્ઞાન, હળવાશ અને રમૂજથી સભર તેમની અસ્મલિત વાણી મુગ્ધ કરનારી છે. તેમણે પોતાના જીવનની વધુમાં વધુ ક્ષણો ધર્મને માટે આપી, સાહિત્યને માટે આપી કે પછી સામાજિક કામને માટે આપી તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમનામાંનો સાહિત્યકાર, કવિ, સૂક્ષ્મ વિચારક હજુ પણ જીવંત છે. તેમનું હૃદય સાચા અર્થમાં ધબકતું રહ્યું તેથી સાચા અર્થમાં ધન્ય બન્યું. આવા એક બહુઆયામી વ્યક્તિત્વને ખૂબ ખૂબ અભિનંદન. સંસ્કૃતિ આવા અસંખ્ય લોકોની ઋણી છે. જૈન સાહેબ એક હાલની ચાલતી સંસ્થા જ છે. તેમનું જીવન અનેક લોકો માટે ઉદાહરણ અને પ્રેરણા પૂરુ
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy