SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથઃ શુભેચ્છા પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને અભિનંદન.... - ૦૦ - નિશાળમાં નેતિક અને ધાર્મિક શિક્ષણ હમણાં હમણાં નતિક અને ધાર્મિક શિક્ષણ સ્કલમાં આપવાની નીતિ નકકી કરવા IS માટે સરકારે એક સમિતિ નીમી હતી. તેનું નિવેદન બહાર પડી ગયેલ છે. તેને ઉંડાણથી અભ્યાસ કરનારને સ્પષ્ટ રીતે સમજાય છે, કે–જે તેને અમલ થશે તે તેથી સાચી નીતિ અને ધાર્મિક જીવન જોખમમાં મૂકાઈ જશે જ. જે કે-સીધી રીતે વાંચતા “નીતિ અને ધર્મને ઉત્તેજન આપવાનું જ તેમાં જણાઈ આવે છે. અને ભારતના જુદા જુદા ધર્મોની સમજ અને સમન્વયને લાભ દેખાઈ આવે છે. તેમજ નીતિ અને ધાર્મિક શિક્ષણ વિના ભાવિ પ્રજાના જીવન વિષે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે. તેમજ ભારતની પરંપરાઓ તરફ કશેયે કટાક્ષા કરવામાં આવેલ નથી પરંતુ ગર્ભિત રીતે સહાનુભૂતિ બતાવતી હોય તેવી રચનાત્મક અને પ્રોત્સાહક ભાષા રાખવામાં આવેલી છે.” એમ જણાશે. પરંતુ ભારતના મહાત્માઓની આ બાબતમાં કેવી સુંદર રચના ચાલી આવે છે? અને તેની સચોટતા કેટલી હિતકારક છે? તેની સાથે બરાબર ઉંડાણથી તુલના કરી જતા તે નિવેદનની પોકળતા બરાબર તરી આવે તેમ છે. ૧. દ્વારકા શારદાપીઠના શ્રી શંકરાચાર્ય મહારાજના જણાવ્યા પ્રમાણે “ધર્મ વિના નીતિ કયાંથી હોય ?” એ વાત સાચી છે. નીતિ ધર્મમાંથી જન્મેલી છે. તેમાંથી જમે છે તેનું મૌલિક ઉદ્દભવસ્થાન તે છે, ત્યારે આજે ધર્મરહિત માત્ર વ્યવસ્થા પૂરતી કાયદાની નીતિને સ્થાન આપવા માટે નીતિનું શિક્ષણ આપવાની સરકારી નીતિ છે. નહીતર નૈતિક અને ધાર્મિક શિક્ષણ એ શબ્દમાં નૈતિક શબ્દને જુદો પાડવાની જરૂર જ નહોતી. જો કે તેના સમાધાનમાં કેટલાક ધાર્મિકેની અનીતિમત્તાને આગળ કરીને દલીલ કરી શકે તેમ છે, પરંતુ એ દલીલો વાસ્તવિક નથી હોતી. કેમકે ધામિકેને કૃત્રિમ રીતે અનીતિમાન બનાવવાના પ્રયાસ થતાં હોય છે. પરંતુ લંકાણના ભયથી તેની ચર્ચા અહીં કરશું નહિ. ૨ ધાર્મિક શિક્ષણમાં પ્રચલિત ધર્મોને—ધર્મસંસ્થાઓને લુપ્ત કરવાના આંતરરાષ્ટ્રીય ઉશની સફળતા કરવાના ધોરણે શિક્ષણ આપવાની નીતિને એવી ખુબીથી સ્થાન આપવામાં આવેલું છે, કે જેથી કરીને ધાર્મિક શિક્ષણ લેતી જાય તેમ તેમ ભાવિ પેઢી પોત-પોતાના પરંપરાગત ધર્મોથી અને તેની સંસ્થાઓથી દૂર દૂર જ થતી જાય. પં. શ્રી પ્ર. એ. પારેખ * શાહ લખમણ વિરપાર માર !! * સસલા (વાયા જામસલાયા) સૌરાષ્ટ્ર
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy