SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પં.પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : પાઠશાળા : ૧ ૬૯ જોઈએ. અને આ વિચાર દઢ થતાં તે વખતે આગળ પડતા કઈને કઈ યુવાન પૂજ્ય મુનિરાજશ્રીએ પણ તેમાં સમ્મત થઈ જાય એ સ્વાભાવિક હતું. ત્યારે મુંબઈમાં ધનની છોળે ઉછળતી હતી, એટલે મુંબઈના શ્રીમંતેમાંથી ઘન આપનારા પણ મળી આવે. ' અને એ રીતે મહેસાણાની પાઠશાળા શરૂ થઈ. તે વખતના વયેવૃદ્ધ આગેવાને તેથી સખ્ત વિરૂદ્ધ હતા. મહેસાણાના એકંદર જૈન સંઘને તેના તરફ આદરભાવ નહોતે. ગામવાળા તે તેને પાઠશાળાને બદલે “ભાતશાળા” તરીકે સંબોધતા હતા. વયોવૃદ્ધ આગેવાને તે શેઠ વેણીચંદ સુરદને સંઘ બહાર મૂકવા તૈયાર થયા હતા, પરંતુ ઘણે ભાગે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈની લાગવગથી બચી ગયા હતા. પછી તે ગામે ગામ પાઠશાળાઓ શરૂ થવાને પ્રવાહ ચાલ્યા. અને પછી બનારસની પાઠશાળા, એજયુકેશન બેડ, રાજનગર ધાર્મિક પરીક્ષા, પુના જૈન વિદ્યાપીઠની પરિક્ષાઓ, ધાર્મિક શિક્ષણ સંધ ઉભા થતા ગયા. ૮. વ્યાપક રીતના ઉત્સવો, વરઘેડા, સંઘયાત્રા, ઉપધાનાદિક ક્રિયાનુકાને, મહાપૂજાઓ, ગુરૂ મહારાજના સામૈયા વિગેરે વિગેરે સેંકડો બાબતે મારફત એક યા બીજી રીતે રીતે ધાર્મિક શિક્ષા પ્રજાને સજજડ રીતે મળતી રહેતી, ને જીવનમાં દઢ પણે રૂઢ થતી રહેતી. બાર મહિનાના ઘણા દિવસે, અને દિવસેને ઘણે ભાગ કાંઈને કાંઈ ધર્મની બાબત ચાલ્યા જ કરે, ધાર્મિક જમણવાર, જીવદયાના શૌર્યપ્રેરક પ્રસંગે, ઘરમાં ધાર્મિક રીતરિવાજો વિગેરે મારફત સકળ સંઘમાં વિવિધ રીતે શિક્ષા, અનુભવ, તાલીમ, અણધારી રીતે પણ મળ્યા જ કરે તેમ હતું. નવું શિક્ષણ આપનારી નિશાળો કેલેજ વિગેરે શરૂ થવાથી બાળકને ઘણે સમય તેમાં જ વેડફાઈ જાય, જેથી બીજી અનેક રીતે મળતી ધાર્મિક શિક્ષા લગભગ દુર થતી જાય, તે મળવાની તક જ ઉડતી જાય, અને લગભગ નિશાળોની ટાઈપમાં ફેરવાતી જતી પાઠશાળાઓમાં ધાર્મિક શિક્ષા કેટલી મળે ? પાછી બૂમ મરાય કે હાલના નવયુવાને ધર્મથી દુર જાય છે. વિદેશીઓએ જીવન પદ્ધતિ જ એવી ગોઠવી છે અને તેને અનુસરવાના રીવાજો પાડતા ગયા છે, જેથી ધર્મથી દૂર થવાતું જ જવાય, અને તેના ઉપાય તરીકે પાઠશાળાએ કર્યો જવાય. ૯. જૈન પાઠશાળાઓમાં આજે શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે, તે જૈનશાસનના ધરણ પ્રમાણે નથી. તેનાથી જુદી જ રીતની તેની રચના છે. એટલું જ નહીં, પરંતુ તે જૈનશાસનની નીતિ રીતિ તથા તેના મૂળ ટકાવીને પણ બાધક છે ગ્રહણ અને આસેવન શિક્ષા આપવાનું ગુરૂઓના હાથમાં હતું. આદેશ લઈને સૂત્રે બેલે તેથી પરીક્ષા પસાર થઈ જતી હતી,
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy