SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : કર્તવ્ય દિશા શિક્ષા કે ઠપકા ન આપતાં શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્તોનું ઘરણ ગોઠવી લઈને તે પ્રમાણે વર્તાવ કરવો જોઈએ. તેમાંથી પણ કેઈ ઉકછ મહાત્મા મળી આવશે. અને બાકીના મધ્યમ અને જઘન્ય મળી આવે, એવા પાત્રવિભાગ પડી જશે. આમ ત્રણેય વિભાગમાં પસાર થવાથી ત્રણેયને લાયકની મન વચન કાયાની તાલિમ મળે, ત્યારે જ તે સમ્યગદર્શને જ્ઞાન કે ચારિત્ર ગણાય. જે, એક કે બે હોય, અને બે કે એકની ઉપેક્ષા હોય, તે જન દષ્ટિથી તે મિથ્યા ગણાય છે. ત્રણેયને મેળ ગોઠવવાથી જ સમ્યગુરત્નત્રયીને પ્રયાસ યંગ્ય છે. ૭. તે ઉપરાંત–તે તે વખતના જ્ઞાની, ત્યાગી, શાસન પ્રભાવક, જે જે મુનિઓ કે ગૃહસ્થ શાસનમાં હોય, તેમને પણ પ્રસંગે પ્રસંગે પરિચય કરાવવું જોઈએ. આ આખી પ્રવૃત્તિ એક એવી વ્યવસ્થિત અને પ્રથમથી જ સુસંગઠિત રીતે ગોઠવણ પૂર્વક ચલાવવી જોઈએ, કે જેથી ધારેલું પરિણામ આવી જ શકે, કયાંય અવ્યવસ્થાને સ્થાન ન હોવું જોઈએ. આજે સીનેમાની એક એક ફિલ્મ ઉતારવામાં કરડેને ખર્ચ કરવામાં આવે છે, અને પદ્ધતિસર કામ કરી ધાર્યા પ્રમાણે પરિણામે લાવી શકાય છે. તો આવા પરમાર્થમાં કેમ પ્રયાસ ન કરવા? અને પરિણામ ન લાવવું? મુનિઓના આ મંડળને વિહાર કમ, કષ્ટ સહન, સ્થાનિક કાર્યકર શક્તિ, સંઘની મિલ્કતે, વિગેરેની પણ સજજડ માહિતી અને તાલીમ આપવી જોઈએ. તેમજ ગીતાર્થતાની પરીક્ષા કરી શ્રી સંઘના વહીવટની આંટીઘુંટીનું પણ સમર્થ હોય, તેને જ્ઞાન આપવું જોઈએ. ( ૮. હીટલર જેમ પિતાના નવા ધમ પંથમાં દાખલ કરેલાઓને ટેકરી ઉપરથી હડસેલીને તથા બીજા કષ્ટો આપીને ઘડે છે. અને લોકોમાં ચમત્કાર ઉત્પન્ન કરે તેવા ઉપસર્ગ અને કષ્ટ સહન કરવાની તાલિમ આપે છે. તેમ નહીં, પણ યોગ્ય સર્વ તાલિમ આપવી જોઈએ. ભવિષ્યના પિડીચરીના પ્રચારકે, ખ્રીસ્તી પ્રચારકે, થીએસેફસ્ટ પ્રચારકે, હીટલરના પંથના માણસે, તથા જુદા જુદા હિંદુ, બૌદ્ધ, મુસલમાન, વિગેરે ધર્મ પંથમાં દાખલ થયેલા પરદેશી પ્રચારકે, એક વખત ગમે તે ઘઘાટ મચાવે, પરંતુ ત્રણ રત્નમાં પલટાયેલાઆ સાચા બ્રહ્મચારી તેજસ્વી મહાત્માઓ બહાર આવે કે તેના તપોબળ, ચારિત્રબળ, જ્ઞાનબળ, કુશળતા અને કુનેહ, તેજસ્વિતા અને પવિત્રતાથી જગત્ અંજાઈને પાછું ઠેકાણે આવ્યા વિના રહે નહીં. એવી સંગીન તૈયારી કરોડના ખર્ચે એકાંતમાં શાંત-ચિરો કરવી જોઈએ. દહેરા ઉપાશ્રયમાં જરૂરી સંપૂર્ણ ખર્ચ શિવાયને ચેરીટેબલ સંસ્થાઓમાં થતા ખર્ચ અટકાવીને તથા બીજો ઉમેરો કરીને લાખ કરોડના ખર્ચે એવી વ્યવસ્થા કરવી જોઈએ, કે તેઓના આત્મામાં રત્નત્રયીની તાલિમના ધંધના ધધ દાખલ કરી શકાય, અને તે એવી રીતે કે “તે તેમને પચી જાય અને ઓજસરૂપે પરિણમીને જગતમાં દિવ્ય પ્રકાશ ફેલાવી શકે. ધન જેવી નજીવી વસ્તુથી જગતમાં દિવ્ય તેજ 2 «OAD
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy